Sunday, 5 February 2023

પંડોળી સહિત ચરોતરનું ગૌરવ મહારાષ્ટ્રમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી બિપીન શ્રીમાળી (આઈ.એ .એસ.) ને અધિક મુખ્ય સચિવ પદે બઢતી સહીત પ્રમોશન

SHARE
પંડોળી સહિત ચરોતરનું ગૌરવ
મહારાષ્ટ્રમાં સનદી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી બિપીન શ્રીમાળી  (આઈ.એ .એસ.) ને અધિક મુખ્ય સચિવ પદે બઢતી સહીત પ્રમોશન

હાલ મહારાષ્ટ્ર સરકારમાં ફરજ બજાવતા ૧૯૯૨ બેચના સનદી અધિકારીશ્રી બિપીન શ્રીમાળી (આઈ.એ .એસ) ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા અધિક મુખ્ય સચિવ પદે બઢતી સહીત પ્રમોશન આપવામાં આવ્યું છે.

 શ્રી બિપીન શ્રીમાળી મૂળ આણંદ જિલ્લાના પંડોળી ગામના વતની છે. વર્ષ ૨૦૦૧ ના કચ્છના ભૂકંપ બાદ ખાસ ફરજ પરના અધિકારી (OSD ) તરીકે ભુજમાં રહી ભૂકંપ પૂનર્વસન કામગીરી ઉપરાંત ગુજરાત સરકારમાં ડેપ્યુટેશન પર રહી માહિતી નિયામક અને મનોરંજન કર કમિશનર તેમજ જૂનાગઢ જિલ્લાના કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનરની ફરજ બજાવી હતી.

 શ્રી બિપીન શ્રીમાળી મહારાષ્ટ્ર રાજ્યમાં વિવિધ પદે કાર્યરત રહ્યા જેમાં મુખ્યત્વે બીડ જિલ્લામાં જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી, નંદુરબાર જિલ્લા માં કલેકટર તથા મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના મુખ્ય અધિકારીની ફરજ ઉપરાંત ૨૦૧૦ -૨૦૧૪ દરમ્યાન મહારાષ્ટ્ર રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર રહીને બાંદ્રા વરલી સી લિંક પ્રોજેક્ટમાં મહત્વની કામગીરી બજાવી હતી. ૨૦૧૪ -૨૦૧૯ દરમ્યાન મહા ટ્રાન્સકો અને મહારાષ્ટ્ર પાવર જનરેશન કોર્પોરેશનના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર તેમજ સરકારના ઉર્જા વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ પર હતા.ત્યાર બાદ વર્ષ ૨૦૧૯ માં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં લોરેન્સ બર્કલી એનર્જી લેબ ખાતે એક વર્ષ માટે સોલાર પાવર અને બેટરી સ્ટોરેજ સોલ્યૂશન (BESS) વિષય પર ઉચ્ચ અભ્યાસ અર્થે ગયા હતા.
 
  મહારાષ્ટ્ર રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી દ્વારા તેઓનું ૨૦૨૧ માં સરકારી સેવા કેટેગરીમાં ઉત્કૃષ્ટ સેવા અને યોગદાનની કદર રૂપે સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં તેઓ અધિક મુખ્ય સચિવ પદ પર રિન્યૂએબલ એનેર્જી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી પ્રોજેક્ટસના અમલીકરણમાં કાર્યરત "મહા પ્રિત" કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તથા એમ.પી.બી.સી.ડી. કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ  બજાવી રહ્યા છે.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: