Wednesday, 25 January 2023

જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

SHARE
જામનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ

જામનગર :, કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને 13 માં રાષ્ટ્રીય મતદાતા દિવસ 2023 ના જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર મતદાર નોંધણી અધિકારીશ્રી, ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, બી.એલ.ઓ., બી.એલ.ઓ. સુપરવાઇઝર , નાયબ મામલતદારશ્રીઓ વગેરેને પ્રશસ્તિ પત્ર તેમજ યુવા મતદારોને ચૂંટણીકાર્ડ આપી સન્માનિત કરાયા હતા.

જેમાં શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી એન.ડી.ગોવાણી-પ્રાંત અધિકારી શ્રી લાલપુર, શ્રેષ્ઠ ચૂંટણી અધિકારી તરીકે શ્રી ડી.ડી.શાહ-શહેર પ્રાંત અધિકારી શ્રી જામનગર, શ્રેષ્ઠ મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી એચ.સી.તન્ના-પી.આર.ઓ. જામનગર, શ્રેષ્ઠ મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે શ્રી એ.એસ.ઝાપડા-મામલતદાર ધ્રોલ, શ્રેષ્ઠ અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે શ્રી પ્રતીક જોશી આર.એફ.ઓ. મરીન નેશનલ પાર્ક જામનગર સહિત જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગ વાર બી.એલ.ઓ. તથા કેમ્પસ એમ્બેસેડરશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારધી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વી.કે.ઉપાધ્યાય તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.કે.ભટ્ટના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયાં હતા.

આ પ્રસંગે ચૂંટણી સાથે સંકળાયેલા સર્વે અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે બી.એલ.ઓ. થી લઈ આર.ઓ.સુધીના તમામ વર્ગના કર્મીઓની સખત મહેનતના પરિણામે વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ.સૌએ પોતાની ફરજો ને જવાબદારીઓ બખૂબી નિભાવી મજબૂત લોકશાહીના પાયામાં પોતાનું અનેરૂ યોગદાન આપ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2011 થી ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને એટલે કે 25 મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ લાવવાનો અને તેમને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દેશના મતદારોને સમર્પિત આ રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ નવા લાયક યુવા મતદારોને મતદાર તરીકે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવિધા તથા મતદારયાદી સંબંધિત અન્ય કામગીરી પુરી પાડવા માટે પણ કરવામાં આવે છે.

સંકલન-કલ્પેશ પટેલ,
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: