Monday, 19 December 2022

વિદ્યાનગર CVM યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં Ph.D વિદ્યાર્થીઓ દ્વારા સંશોધનોનું પોસ્ટર પ્રદર્શનના કાર્યક્રમનાં ત્રીજાને અંતિમ દિવસે ઇલસાસ કોલેજમાં પ્રદર્શન યોજાયું

SHARE
વિદ્યાનગર CVM યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતાં Ph.D વિદ્યાર્થીઓ દ્વારા સંશોધનોનું પોસ્ટર પ્રદર્શનના કાર્યક્રમનાં ત્રીજાને અંતિમ દિવસે ઇલસાસ કોલેજમાં પ્રદર્શન યોજાયું

ઇલસાસ કોલેજ ખાતે Ph.D વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ ત્રણ દિવસ વિવિધ પોસ્ટર પ્રદર્શન કરાયું , જેમાં 19 ડિસેમ્બરના રોજ ઈલસાસમાં પ્રદર્શનનો  અંતિમ દિવસ હતો. 15 પોસ્ટર સાથે વિદ્યાર્થીઓએ જર્નાલિઝમ અને સાયકોલોજી આધારિત  વિષય સાથે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાંના આકર્ષણ બનેલા અને યુવાનો ને શરમાવે એવાં વૃદ્ધ વયના વિદ્યાર્થી ભીખાભાઈ પ્રજાપતિએ પણ ભાગ લીધો હતો.  76 વર્ષના ભીખાભાઈ  નિવૃત્ત ઈન્કમટેકસ ઓફિસર છે. વૃદ્ધાવસ્થા એ પણ તેમનો ઉત્સાહ યુવાનો બરાબરી એ ઘટ્યો નથી. તેમની સાથેની વાર્તાચીત દરમિયાન તેમનાં વિષય પસંદગી વિશે જણાવતા તેમણે કહ્યું કે  "મને એવું થયું કે મૂલ્યો વિશે સમાજ માટે કંઈક મૂકીને જઈએ, એ ગણતરીથી મેં  ph.D શરૂ કર્યું છે. બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા આમ જનતામાં મૂલ્યો પ્રસ્થાપનામાં શું ફાળો છે? એ બેઝ ઉપર ph.Dની આ થીમ શરૂ કરી છે, કે જેથી મૂલ્યમાં શું ચેન્જ આવે છે. મને એવું લાગે છે, કે બીજા કોઈ ધર્મ સંપ્રદાયની આની અંદર વાત જ નથી ફક્ત લાઈફ ઓરિએન્ટડ જ છે.  લાઇફમાં કેવી રીતે ટેન્શન ફ્રી રહી શકાય? કેવી રીતે સહજ અને સરળ બની શકાય? અને કેવી રીતે એકબીજા સાથે સહકારની ભાવનાથી જીવી શકાય તથા રહી શકાય?  કેવી રીતે સહકારાત્મક –હકારાત્મક વલણ રાખી શકાય, કે જેથી આપણને તો ફાયદો થાય પણ બીજાને પણ ફાયદો થાય. આ બેઝ ઉપર સેલ્ફ ટ્રાન્સફરમેશનથી પીપલ ટ્રાન્સફરમેશન એટલે સમગ્ર દુનિયાના ટ્રાન્સફરમેશન–પરિવર્તન માટેનું જે કાર્ય છે એમાં હું સહભાગી બની શકું એ કારણસર આ વિષય પસંદ કરેલો છે"
અન્ય એક ph.D વિધાર્થી રીકેશભાઈ પટેલ તેમનાં વિચારોને વિષય દ્વારા પ્રસ્તુત કર્યા હતા. જે હાલમાં ઇલસાસનાં ફેકલ્ટી પણ છે. તેમનો વિષય વચનામૃતની સંસ્કૃતિ કેળવણી અધ્યનની ઉપયોગિતા રહ્યો. હાલમાં જ કોરોના કાળ દરમિયાન જે માનવ જાતની એક નકારાત્મક બાજુ જોવા મળી હતી, જેમાં ડોકટરથી માંડીને એમ્બ્યુલન્સ ડ્રાઇવર, શ્મશાન ભુમી સુંધીનાં લોકોએ બેફામ લૂંટ ચલાવી હતી. આ માનવજાતિનાં નકારાત્મક વલણમાં પરીવર્તન લાવવા વચનામૃત કામ લાગશે. માનવકલ્યાણમાં એનો ઉપયોગ થાય અને માનવ–માનવ વચ્ચેનો ભેદભાવ દૂર થાય એ માટે તેમને આ વિષય પસંદ કર્યો છે. વચનામૃત વાચનનો સદઉપયોગ કરવામાં આવે એવી તેમની ઈચ્છા છે.

ઇલસાસના સાયકોલોજી ફેકલ્ટી તથા વિદ્યાર્થીની સંસ્કૃતિ પાઠક જેમણે સાયકોલોજી આધારિત વિષય પસંદગી કરી.તેમના મંતવ્ય મુજબ વિષય પસંદ કરવાનું એક કારણ એ છે કે સાયકોલોજી વિષયમાં તમારા સ્ટડી દરમિયાનનાં માર્ક્સ, ગ્રેટ પર કંઈ એક વસ્તુની ઇફેક્ટ પડતી નથી. ઘણી બધી વસ્તુઓ અસર કરતી હોય છે. તમારા આજુબાજુનું પર્યાવરણ, ઘરનું વાતાવરણ, શાળાનું પર્યાવરણ અને અન્ય ઘટકો પણ અસર કરતાં હોય છે. તેમાનું એક ઘટક પેરેંટિંગ સ્ટાઈલ છે. મતલબ માતાપિતા બાળકનો ઉછેર ક્યાં પ્રકારનો કરે છે. બાળ ઉછેર મુખ્ય ચાર પ્રકારના હોઈ શકે.
(1)  ઓથોરેટેટીવ પ્રકાર જે માતપિતા બાળકને બધી બાબતમાં વધારે પડતી છૂટછાટ આપતા હોઈ છે. 
(2)ઓથોરિટેરીયન પ્રકાર જેમાં બાળક પર માતાપિતા સખ્ત નિયંત્રણ રાખતા હોય છે.
(3)  પરમેસિવ પ્રકાર જેમાં માતાપિતા બાળકના સારી કે ખરાબ સર્વ પ્રકારની માંગમાં હામી ભરતા હોય છે. 
(4) નિગ્લેટફુલ પ્રકાર જેમાં બાળકની બધી જ સુલભ–અસુલભ માંગને માતાપિતા દ્વારા નકારવામાં આવે છે.
આ પ્રકારનાં બાળ ઉછેર બાળવિકાસ પર અસર કરતાં હોય છે.
આ કાર્યક્રમના અંતે સીવીએમ યુનિવર્સિટી ડાયરેકટર જનરલ ડો. પી. એમ. ઉદાની, રિસર્ચર એન્ડ ડેવલોપમેન્ટ ડીન પ્રિન્સિપાલ ARIBAS ડૉ.નરેશ કુમાર અને ઇલાસાસનાં પ્રિન્સીપાલ ડૉ. સની થોમસ તરફથી ph.D ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.

સંકલન-કોમલ કુમાવત,કાજલ કંડોરિયા, કલ્પેશ પટેલ,વિધાનગર
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: