Tuesday, 27 December 2022

વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી દ્વારાશ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા રસપાનનો દિવ્ય અવસર સંપન્ન થશે

SHARE
વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે 
વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી દ્વારા
શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા રસપાનનો દિવ્ય અવસર સંપન્ન થશે 
-અષ્ટોત્તરશત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.31 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી,2023 
દરમ્યાન બપોરના 3 થી સાંજે 6:30 કલાકે સંપન્ન થશે 

-ભગવદીય શ્રી પ્રિયેશભાઈ મહેન્દ્રકુમાર શાહ તથા શ્રીમતી મેનકા પ્રિયેશ શાહ પરિવારે મુખ્ય મનોરથી
 સ્વરૂપે કથા રસપાનનો અવસર શહેરીજનોને સમર્પિત કરવા ભગીરથ સેવા કાર્ય આદર્યું. 
-વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી દ્વારા સંગીતમય શૈલીમાં જ્ઞાનસભર વિષયોને સરળ 
સમજથી પ્રસારિત કરવાનો અવસર સંપન્ન થશે 

-શહેર ઉપરાંત ગુજરાત,ભારત તેમજ વિદેશથી ઉપસ્થિત રેહનાર 15,000થી પણ વધુ ભાવિકજનો 
આ દિવ્ય કથા રસપાનનો લાભ પ્રાપ્ત કરશે

- તા.31 ડિસેમ્બર,2022ના રોજ શ્રીમદ ભાગવતજીની ભવ્ય શોભાયાત્રા અકોટાના મુખ્ય માર્ગો 
પર પૂજ્યશ્રીના સાનિધ્યમાં નીકળશે જેમાં શહેર ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી અસંખ્ય ભાવિકજનો 
ઉમટી પડશે

-ભાવિકજનોની સુવીધા અર્થે શહેરના અલગ-અલગ વિસતારોમાંથી નિઃશુલ્ક બસ વ્યવસ્થા કથા 
સ્થળ સુધી ભાવિકજનોને સરળતાથી પહોંચવાનો લાભ પ્રદાન કરશે. 

સંસ્કારીનગરી એવમ કલાનગરી વડોદરા આંગણે શ્રીવલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીઆચાર્ય પીઠ પર બિરાજમાન થઈને આપશ્રીના મધુર કંઠે સંગીતમય શૈલીમાં શ્રીમદ ભાગવત રસામૃતનો અલૌકિક મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે. તા.31ડિસેમ્બર,2022 થી તા. 6 જાન્યુઆરી,2023 દરમ્યાન શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે આ દિવ્ય આયોજન સંપન્ન થશે.
 
ગોલોક વાસી શ્રી મહેન્દ્રકુમાર દ્વારકાદાસ શાહ તથા પરમ ભગવદીય વૈષ્ણવ ગં.સ્વ.શ્રી તરલાબેન મહેન્દ્રકુમાર શાહના તન્મનોરથ સ્વરૂપે;  શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સમિતિ,વડોદરા દ્વારા અષ્ટોત્તરશત  શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની શુભ મંગલમય ઘડીઓમાં દિવ્ય કથા રસપાન સાથે પારંપરિક કથા પ્રસંગ-ઉત્સવોનો આનંદ અનેરો હશે. કથાના માધ્યમથી જ્ઞાનસભર , દ્રષ્ટાંતસભર , જીવનના અનેક વિષયોને સ્પર્શતા અને સ્પષ્ટતા દર્શાવતા પ્રેરક પ્રસંગો થકી પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ વિશ્વભરના લાખો ભાવિકજનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે. 

યુવાનોને વ્યસનમુક્ત કરી આનંદમય જીવનશૈલી સાથે સંસ્કારસભર, ધર્મ પારાયણ તથા સેવા પારાયણ જીવન વ્યતીત કરી શકે એ પ્રકારે વિશ્વના લાખો યુવાનોના મનને આપશ્રીના દિવ્ય જીવન સૂત્રોએ સ્પર્શ્યા છે અને તેમને પરિવર્તિત કર્યા છે. 

ત્યારે આવનાર 31 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી દરમ્યાન શહેરના અકોટા સ્ટેડિયમ  ખાતે બપોરના 3 થી સાંજે 6:30 કલાકે ભવ્ય દિવ્ય કથા રસપાન સાથે પારંપરિક ઉત્સવોની રમઝટ જામશે. 

કથા દરમ્યાન કથા શ્રાવણ કરવા ઇચ્છુક શહેરીજનોની સુવિધા અર્થે સમિતિ દ્વારા શહેરના કારેલીબાગ, વાઘોડિયા રોડ, વાસના-ભાયલી, સામ-નિઝામપુરા-છાણી, માંજલપુર,વડસર,તરસાલી, ગોત્રી, સીટી વિસ્તાર તેમજ ઈલોરા પાર્ક અને ગૌરવા થી નિ:શુલ્ક બસ વ્યવસ્થાનું આયોજન થયું છે. કથા દરમ્યાન બપોરના 2 કલાકે જે તે વિસ્તારમાંથી બસ પ્રસ્થાન કરીને કથા સ્ટેડિયમ પહોંચશે અને કથા વિરામ બાદ પરત ફરશે. 

શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞના શુભારંભ અવસરે તા.31 ડિસેમ્બરના રોજ બપોરના 2:30 કલાકે ભાગ્યલક્ષ્મી કો.ઓપ.હાઉસિંગ સોસાયટી,અકોટા અતિથિત ગૃહ પાસે થી શ્રીમદ ભાગવતજીની ભવ્ય શોભાયાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રીવ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન સથવારે પારંપરિક રીતે ઢોલ-નગારા, બેન્ડ, ઘોડા,નૃત્ય મંડળી, ભજન મંડળી , વેશભૂષા રથ, ડંકા નિશાન, ધ્વજ-પતાકા, નૃત્યમંડળી, ભજન મંડળી સહીત શેહર ઉપરાંત ગુજરાતભરમાંથી હજારો ભાવિકજનો સથવારે શ્રીકૃષ્ણ પ્રભુના જય ઘોષ સાથે નીકળશે.

કથા દરમ્યાન તા. 2 જાન્યુઆરી,2023ના રોજ કથા મંડપ ખાતે રાત્રે 8 કલાકે પૂજ્યશ્રીના સાનિધ્યમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર નિધિ ધોળકિયા તથા વૃંદ ભક્તિ સંગીત સંધ્યા દ્વારા સૌ ભાવિકોને ભક્તિરસના રસમાં રસતરબોળ કરશે. 

ભાગવત કથામાં સંમલિત વિવિધ પારંપરિક રોચક વિષયો તેમજ પ્રસંગો સથવારે અલૌકિક ઉત્સવો તેમજ ઝાન્ખી દર્શનનો લાભ સૌ શ્રોતાઓને પ્રાપ્ત થશે. 

ત્યારે અકોટા સ્ટેડિયમ ખાતે આ ભવ્ય દિવ્ય આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ કાર્યને સાકાર કરવા  શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ સમિતિના સૌ સદસ્યો ઉત્સાહિત બનીને કથા શ્રાવણ અર્થે પધારનાર સૌ શ્રોતાઓની સુવિધા તથા વ્યવસ્થાપન અર્થે સતત કાર્યરત છે.

સંકલન-કલ્પેશ પટેલ, વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: