Saturday, 10 December 2022

જાગૃતિ મહિલા સમાજ આણંદ ના ઉપક્રમે દાબડા ઉજાણી તથા ઈન્ડોર ગેમ નુ આયોજન કરાયુ

SHARE
જાગૃતિ મહિલા સમાજ આણંદ ના ઉપક્રમે દાબડા ઉજાણી તથા ઈન્ડોર ગેમ નુ આયોજન કરાયુ

જાગૃતિ મહિલા સમાજ આણંદ  ના ઉપક્રમે આઘસ્થાપક કુસુમબેન એડનવાલા તથા પ્રમુખ  ભારતીબેન પટેલ ની પ્રેરણાથી અને અધ્યક્ષ સરોજબેન શાહ ના માર્ગદર્શન હેઠળ તા.૯-૨-૨૦૨૨ ને શુક્રવાર ના રોજ કમલા પાર્ક ખાતે દાબડા ઉજાણી તથા ઈન્ડોર ગેમ નુ સુદંર આયોજન કરવામાં આવ્યુ, ઈન્ડોર ગેમ ના વિજેતાઓ ને માયાબેન દવે તરફ થી રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા તથા ક્રોશેટ કવીન કોમલબેન પટેલ તરફ થી કારોબારીની બેહનો, માયાબેન, નિમિષાબેન, ઇન્દુબેન, અને જ્યોતિબેન ને ઉનની ટોપી આપી  સન્માનિત કરવામાં આવ્યા, ઈન્ડોર ગેમ અધ્યક્ષ સરોજબેન શાહ  રમાડી હતી, લકી ડ્રો ના વિજેતા જયોતિબેન માણેક હતા. 
વિવિધ રંગ,રુપ,સ્વાદ અને વૈવિધ્ય પૂર્ણ નાસ્તા  ની બેહનો ને ઉત્સાહભેર દાબડા ઉજાણી નો આનંદ  માણ્યો.
જન્મદિન ની શુભેચ્છા નુ સંચાલન કારોબારી સભ્ય સોનલબેન મેહતાએ કર્યુ હતુ. નિશાબેન જાનીએ પૂર્વ તૈયારી માં પોતાનુ યોગદાન  આપ્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમ નુ સફલ સંચાલન મંત્રી સ્મિતાબેન પંડયાએ કર્યુ હતુ.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: