Sunday, 14 August 2022

ગર્લ્સ એન.સી.સી, આણંદ દ્વારા "આઝાદી કા અમૃત મહોત્સવ" માં " હર ઘર તિરંગા " ની ઉજવણી.

SHARE
ગર્લ્સ  એન.સી.સી, આણંદ દ્વારા  "આઝાદી કા અમૃત મહોત્સવ" માં " હર ઘર તિરંગા "  ની ઉજવણી.


૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ  દ્વારા આઝાદીનાં ૭૫ વર્ષ પુર્ણ થયાની ખુશી માં 'આઝાદી કા  અમૃત મહોત્સવ'  પ્રસંગે "હર ઘર તિરંગા " અભિયાન દ્વારા કેડેટ માં રાષ્ટ્ર ધ્વજ પ્રત્યેના પ્રેમ અને સન્માન ને વધારવા વિવિધ શાળા અને કોલેજ નાં એન.સી.સી. કેડેટો  નાં ઘરે ઘરે  તિરંગા ને ૧૩ ઑગસ્ટ થી ૧૫ ઑગસ્ટ સુધી દિવસ રાત  લહેરાયેલો રાખવાનું આયોજન કરવામાં આવ્યું.જેની શુરુઆત બટાલિયન કમાંડર થી ઓફિસ નાં હરેક સ્ટાફ અને એ.એન.ઓ.તથા  બટાલિયન અંતર્ગત જે - તે સંસ્થા  નાં  કેડેટ નાં રહેઠાણ પર કરવામાં આવી. આ અભિયાન માં બટાલિયન    નાં  550  કેડેટ્સ અને 22 એ.એન.ઓ., કેરટેકર એ ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા - 2002 ને ધ્યાન માં રાખીને  તિરંગા ભક્તિ અને સાર્વભૌમતા ની અખંડ જ્યોત જલાવી છે. આ કાર્યક્રમનું સુંદર આયોજન તથા સંચાલન ગર્લ્સ બટાલિયન નાં વહીવટી  અધિકારી મેજર કવિતા રામદેવપુત્રા ના  માર્ગદર્શન અને બટાલિયન કમાંડર કર્નલ રીષિ ખોસલા નાં નેતૃત્વ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: