પાંચમી જૂને ઓસ્ટ્રેલિયા ખાતે આવેલા પર્થ શહેરમાં સોનું નિગમ live in concert પર્થ કનવીકશન સેન્ટરમાં આયોજન કરાયુ
પાંચમી જૂને ઓસ્ટ્રેલિયા ખાતે આવેલા પર્થ શહેરમાં સોનું નિગમ live in concert પર્થ કનવીકશન સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમા સોનુંજીએ તેમના, મહોમ્મદ રફીજીના તથા કિશોરકુમારજીના જાણીતા ગીતો ખુબજ સુંદર રીતે ગાયા હતા. આ કાર્યક્રમમાં તેમણે સુરોની મલીકા એવા આપણા સૌના લાડીલા માનનીય સ્વર્ગસ્થ લતાજી ના જાણીતા ૫/૬ ગીતો ગાઇ તેમને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. ઓસ્ટ્રેલિયાના ચિરાગભાઈ પરીખ, વિશાલભાઈ પટેલ તથા બીજા અન્ય યુવાનોએ ભેગામળી ખુબ સુંદર આયોજન કર્યું હતું. ૨૦૧૭મા સોનું નિગમજી નો પહેલો શો પર્થ ખાતે થયો હતો અને ૫/૬/૨૦૨૨ નારોજ ફરી વાર શો કરવા તેમની ૨૭ આર્ટીસ્ટની સિંફની ઓરકેસ્ટ્રા સાથે પર્થવાસીઓને જુના તથા નવા સુમધુર ગીતોનુ રસપાન કરાવવા પધાર્યા હતા
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
0 comments: