ખેડા જિલ્લા પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ પીપલગ ગામે પ્રભાત ફરી કરી જનસંપર્ક મુલાકાત
નડિયાદ વિધાનસભાના પીપલગ ગામે શ્રીમતી મનીષાબેન વકીલજી - માન.પ્રભારી મંત્રી ખેડા જિલ્લા ની ઉપસ્થિતિમાં પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. આ પ્રસંગે પીપલગ ગામના વિવિધ વિસ્તારની મુલાકાત લઈ જનસંપર્ક કર્યો હતો અને ગ્રામજનો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ અને પીપલગ ડે.સરપંચ નલિનીબેન પટેલ, મહિલા મોરચા મહામંત્રી અલ્વિલાબેન, તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ પટેલ, પંચાયત સભ્યો , પીપલગ ગામના આગેવાનો, અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
0 comments: