Tuesday, 31 May 2022

શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્વારા આયોજિત સમૂહ લગ્ન માં ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્રારા સાત નવયુગલ ને ક્રોશેટની ગિફટસ અપાઈ

SHARE
શ્રી સાઈબાબા  જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્વારા  આયોજિત  સમૂહ લગ્ન  માં ચરોતર ક્રોશેટ ક્વીન્સ દ્રારા  સાત  નવયુગલ ને  ક્રોશેટની ગિફટસ અપાઈ
 
        શ્રી સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્રારા  આયોજિત સમૂહ લગ્ન મા ચરોતર ક્રોશેટ ક્વીન્સના  ડાયરેક્ટર કોમલ નિરંજનભાઇ પટેલ તેમજ સહ ડાયરેક્ટરો કેતકી શાહ, ભારતી દૈયા, કવિતા મરડેકર અને  સોનલ કા.પટેલના સહયોગથી ક્રોશેટથી બનાવેલ વસ્તુઓની ગીફટ આપવાનું નક્કી કર્યું. જાગૃતિ મહિલા સમાજનાં આદ્યસ્થાપકો કુસુમબા પટેલ અને પ્રમુખ  ભારતીબેન પટેલ તથા ચિરાગભાઈ પટેલ આ ગિફ્ટ આપવા પ્રેરણાસ્તોત્ર બન્યા છે.
         આ  પ્રસંગમાં  કોમલ નિરંજનભાઇ પટેલ, કેતકી  શાહ,  મીના શીવાગનમ, વિભાવરીબેન પટેલ, મીના પટેલ, અંજુ પટેલ, મીતાબેન મિસ્ત્રી,  મંદાબેન શાસ્ત્રી,  સોનલ શાહ, ડો.અમિતાબેન દવે અને લતાબેન ચૌહાણ એ ભાગ લીધો હતો. સભ્યોએ ક્રોશેટ ની કીચેન, મીની બાસ્કેટ,  ટોપી, બટવા ,ડોઈલી, ડ્રીમ કેચર , ટી કોસ્ટર  ,કંકાવટી બનાવેલ. સભ્યોએ  ક્રોશેટથી બનાવેલ વસ્તુઓ શ્રી ઘનશ્યામ પેથોલોજી લેબોરેટરી અને બ્લડ બેંકમા મોકલાવી. આ વસ્તુઓના ફોટા   ભારતીબેન  દૈયા દ્વારા CCQ facebook ગ્રુપમાં મુકવામાં આવ્યાં.
         કોમલ નિરંજનભાઇ પટેલ ચરોતર ક્રોશેટ ક્વીન્સના સભ્યોનો અને તેમની ઓફિસના  સહકર્મચારીઓનો તેમજ સાઇબાબા સેવા ટ્રસ્ટ, આણંદ એ આ તક આપી તેથી તેમનો આભાર માને છે.    
જાગૃતિ મહિલા સમાજ ના પ્રમુખ ભારતીબેન પટેલ, ઉપપ્રમુખ સરોજબેન શાહ, ચરોતર ક્રોશેટ ક્વીન્સ ના કોમલ નિરંજનભાઇ પટેલ ડૉ.મૌલીકા પટેલ , અનુષ્કા પટેલ , મીતાબેન મિસ્ત્રી ,મીનાબેન પટેલ , વિભાવરી બેન પટેલ તથા જાગૃતિ મહિલા સમાજ ના સભ્ય બહેનો જ્યોતિબેન માણેક , મૌસમી માણેક,  ઈન્દુબેન વાઘેલા, મીનાબેન દલવાડી, રીનાબેન  શેઠ, કાજલબેન અગ્રવાલ ,હીરવાબેન ઠક્કર, અલ્કાબેન , ચેતનાબેન, ઇન્દિરાબેન વગેરે બહેનો હાજર રહી નવદંપતીને આશીર્વાદ તથા ભેટ પોતાના હસ્તે આપી હતી શનૈશ્વર જયંતિ નિમિત્તે મંદિરના મુખ્ય મહારાજે તમામ બહેનોને શાલ ઓઢાડીને આશીર્વાદ પાઠવ્યા હતા. 

       ચરોતર ક્રોશેટ ક્વીન્સનું ગ્રુપ  કોરોનાના સમય દરમિયાન ઘરમાં રહીને સમયનો સદુપયોગ થાય તેમજ  પોતાના હાથે બનાવેલ  ક્રોશેટની વસ્તુઓ દંપતિને  ભેટ આપવામાં આવશે અને આશિર્વાદ આપવામા આવશે કે તેમનુ લગ્નજીવન સફળ અને સુખદાઇ નીવડે.

સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774

SHARE

Author: verified_user

0 comments: