જો તમે ડાયાબીટીક છો તો તમારા ચરણોને તમારા ચહેરાની જેમ ચાહો અને કાળજી રાખો
ફેડરેશન ઇન્ટરનેશલ લૉ, મેડીસીન, એથીક અને ઇન્નોવેશન અને સેટેલાઈટ મેડિકલ એસોસિયેશન ના સયુંકત ઉપક્રમે ડાયાબીટીક ફુટ સમિટ નું આયોજન ડૉ.મનીષ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું. ઇન્ડિયન સોસાયટી ઓફ વુંડ મેનેજમેન્ટ ના ભૂ. પુ.પ્રમુખ અને દવા અને દાવા વિનાની દુનિયાના સ્વપ્નદૃષટા ડૉ. પ્રોફે.ડૉ.રાજેશ શાહે સમિટનું ઉદ્ઘાટન કરતા જણાવેલ કે "જો તમને ડાયાબિટીસ થયો હોય તો તમારા ચરણોને તમારા ચહેરા જેટલો જ ચાહો"દુનિયામાં દર મિનિટે ત્રણ વ્યક્તિ પોતાનો પગ કે તેનો ભાગ ડાયાબિટીસ ફુટ ના કારણે ગુમાવે છે જેને ૮૫ ટકા સુધી આપણે પગનું પૂરતું ધ્યાન આપીને ,જ્ઞાન આપીને અને જાગૃતિ દ્રારાઅટકાવી શકીએ છીએ.રામાયણમાં પણ ભરતે શ્રીરામના પાદુકા પૂજન દ્વારા ચરણોનું ધ્યાન આપવાનો સંદેશ આપેલો છે.
ડૉ.પ્રમોદ મેનન,ડૉ.પવન અગ્રવાલ,ડૉ.સુનીલ મહેશ્વરી,ડૉ.રઘુ સત્યનારાયણ,ડૉ.અતીત પરીખે ડાયાબીટીક ફૂટના વિવિધ પાસા ઉપર પ્રવચનો આપ્યા હતા.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: