Friday, 22 April 2022

છત્તીસગઢના નક્સલથી પ્રભાવિત દંતેવાડા જીલ્લાની કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી

SHARE
છત્તીસગઢના નક્સલથી પ્રભાવિત દંતેવાડા જીલ્લાની કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે મુલાકાત લીધી


કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે છત્તીસગઢના આકાંક્ષી જિલ્લો દંતેવાડામાં બે દિવસના રોકાણ દરમ્યાન પક્ષના સ્થાનિક કાર્યકરોમાં અને જનતામાં નવી આશાનો સંચાર કર્યો. 
માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશના કૂલ ૧૧૭ જીલ્લાઓમાં માનવ વિકાસને અસર કરતી વિવિધ બાબતોમાં દેશના અન્ય રાજ્યો અને જીલ્લાઓ સાથે મુખ્ય પ્રવાહમાં જોડાઈ અને આ જિલ્લાઓમાં કેન્દ્રીય યોજનાઓના અમલીકરણ ઉપર વિશેષ ધ્યાન આપવાના હેતુસર “એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટ (આકાંક્ષી જિલ્લો)” તરીકે જાહેર કરેલ છે.
કેન્દ્ર સરકારના નીતિ આયોગે દંતેવાડાને વિશેષ આકાંક્ષી – અપેક્ષિત જીલ્લા તરીકે જાહેર કર્યો છે, અને તેના પગલે ત્યાંના વહીવટી તંત્ર દ્વારા કાર્યાન્વિત થઇ રહેલી કેન્દ્રની વિવિધ યોજનાઓ ની કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે સમીક્ષા કરી હતી અને તે યોજનાઓ ના અસરકારક અમલીકરણ માટે જીલ્લા વહીવટી તંત્રની પ્રશંસા કરી હતી. દંતેવાડા જિલ્લાના કૂલ ૩૫૦૦૦થી વધુ ખેડૂતોને ૩૦ જૂન સુધીમાં રજીસ્ટ્રેશન પૂર્ણ કરી કિસાન સન્માન નિધિનો લાભ પહોંચાડવા શ્રી દેવુસિંહ  ચૌહાણે તંત્રને સૂચના આપેલ હતી તથા વધુમાં હાલમાં દંતેવાડા જિલ્લાના આયુષમાન કાર્ડથી વંચિત ૧ લાખ ૩૦ હજાર લભાર્થીઓનો પણ લક્ષ્યાંક ૩૦ જૂન સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું હતું.  કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જન-જન સુધી પહોચે તે હેતુસર ઉજવવામાં આવી રહેલા સામાજિક ન્યાય પખવાડિયા અંતર્ગત આયોજિત સફાઈ કર્મી સન્માન કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી જેમાં મંત્રીશ્રી દ્વારા ૨૫ મહિલા સફાઇ કર્મીઓને તેમના ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. 
દંતેવાડાના પ્રવાસ દરમ્યાન દેવુસિંહ ચૌહાણે સ્થાનિક સ્વ- સહાય જૂથો (SHG) અને એન.જી.ઓ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્થાનિક આદિવાસી મહિલાઓ સાથે મુલાકાત કરીને તેમના દ્વારા ઉત્પાદિત વસ્તુઓ વિષે માહિતી મેળવી તેમણે પ્રોત્સાહન આપ્યું હતું. 
નીતિ આયોગ દ્વારા છત્તીસગઢના દંતેવાડા જિલ્લાને વિશેષ જીલ્લા તરીકે જાહેરાત કર્યા પછીના વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા અર્થે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે દાંતેવાડામાં શક્તિપીઠ દંતેશ્વરી મંદિરે દર્શન કર્યા હતા તથા અન્ય દર્શનીય સ્થળોની વિશેષતા આધારિત પોસ્ટલ કવર અને પોસ્ટકાર્ડનું વિમોચન પણ કર્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા દંતેવાડા જિલ્લાને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે, એવો સંદેશો પણ આપ્યો હતો. 
છત્તીસગઢના પાટનગર રાયપુર ખાતે રાજ્યના ટેલિકોમ અને પોસ્ટના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજેલ હતી જેમાં કેન્દ્ર સરકારના ૧૨૦૦ કરોડથી વધુના ખર્ચે રાજ્યમાં નાખવામાં આવી રહેલા ૧૫૦૦ જેટલા મોબાઈલ ટાવરોના કામની સમીક્ષા કરી હતી. 
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે દંતેવાડા જીલ્લામાં ૫૧ કરોડના ખર્ચે કૂલ ૫૮ નવા મોબાઈલ ટાવર લગાવી આકાંક્ષી જિલ્લાના છેવાડાનાં દરેક ગામ સુધી મોબાઇલ કનેકટીવીટી પહોંચતી કરવા, જિલ્લાની પોસ્ટ ઓફિસમાં સ્ટાફ ની અછત દૂર કરવા, અદ્યતન પોસ્ટ ઓફિસ ભવનનું નિર્માણ કરવા સહિતના વિકાસ કાર્યોમાં કેન્દ્ર સરકાર દ્વારા આવશ્યક નાણા ભંડોળની કોઈ કમી નહિ રહે એવી પણ જાહેરાત કરી હતી. 
કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે પ્રથમ એવા કેન્દ્રીય મંત્રી છે જેમણે નકસલવાદથી પ્રભાવિત અને કોંગ્રેસના રાજકીય બહુમત વાળા વિસ્તારમાં બે દિવસના રોકાણ કરી ભાજપના કાર્યકરોમાં અને ત્યાંના વહીવટી તંત્રમાં એક નવી જ આશાનો સંચાર કર્યો હતો. બસ્તર વિસ્તારની ૧૨ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો કબજો છે પરંતુ આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ પક્ષના સ્થાનિક કાર્યકરો સાથે મજબુત મનોબળથી ઉભું છે એમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કાર્યકરોને મજબુત વિશ્વાસ પૂરો પાડ્યો હતો.
કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે દંતેવાડામાં ભાજપના કાર્યકરો સાથે બેઠક તો કરી, પરંતુ દરેક કાર્યકરો સાથે આત્મીયતાથી વ્યક્તિગત મુલાકાત કરી તેમના પ્રશ્નો અને સૂચનો સાંભળ્યા હતા. નાની-મોટી ફરિયાદો દૂર કરી સહુ કાર્યકરોને અગામી ચુંટણીમાં દંતેવાડાની બેઠકો પર ભાજપનું કમળ ખીલે તે માટે કટિબદ્ધ બનવા આહવાન કર્યું હતું.

--સંકલન-કલ્પેશ પટેલ,નડીયાદ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: