Thursday, 10 February 2022

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાની મહેંક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી એક સાથે 4 ગામના 800 લોકો ને વિતરણ કરવામાં આવ્યું

SHARE
માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટની માનવતાની મહેંક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી એક સાથે 4 ગામના 800 લોકો ને વિતરણ કરવામાં આવ્યું

વડોદરા ની માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દિન પ્રતિદિન તેના નામને સાર્થક કરતું જણાય છે. સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહે વધુ એક અખબારી યાદીમાં ટાંકતા જણાવ્યું હતું કે,  કોરોના સંક્રમણનો માહોલ ધટતા તા.10મી ફેબ્રુઆરી ગુરુવાર ના રોજ સંસ્થાના કાર્યકરોએ વડોદરા શહેરથી થોડાક દૂર અંતરે સ્થિત છોટાઉદેપુર જિલ્લાના રાયસીંગપુરા ગામ અને તેની આસપાસના પછાત ગ્રામ્ય વિસ્તારોની સેવાભાવનાથી મુલાકાત લીધી હતી. પ.પૂ. પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય શ્રીમદ્ વિજય મહાપદ્મસૂરીશ્વરજી મહારાજની  ની પ્રેરણા મેળવીને તેમજ મોતીચંદજી ફોજમલ ઝાબક ,વરણામા તીર્થ અને મહાકાળી મંદિર તરફથી સાંપડેલા વિશિષ્ટ સહયોગ ને કારણે જરૂરિયાતમંદ પરિવારની સૌભાગ્ય કાંક્ષિણી 35 કન્યાઓને તેમના લગ્ન પ્રસંગે તદ્દન નવીનકોર સાડી, લેગાચોલી, બ્લાઉઝ કાપડ તથા શૃંગાર સાધનોની કીટ વિતરણથી શુભ આરંભ કરાયો હતો. વળી, આ જ વિસ્તારની ૧50 વિધવા બહેનોને 150 સૌભાગ્યવતી બહેનો ને નવી નકોર સાડીઓ ઉપરાંત વડીલો ભાઈઓ  માટે પેન્ટ-શટૅ વિ. તેમજ ૧૫૦ જેટલા બાળકોને ઝભ્ભા, ચણીયાચોળી અને નવા કપડાં નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કિશોરીઓ અને યુવતીઓ ને તદ્દન નવા ડ્રેસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે પ્રત્યેક વર્ષની માફક જૂના પણ સારી સ્થિતિના અને ફાટેલા ના હોય તેવા વસ્ત્રો એકઠા કરી તેને વ્યવસ્થિત પેકિંગ કરેલા વસ્ત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આમ, તદ્દન નવા વસ્ત્રોના વિતરણનો લાભ મેળવીને લાભાર્થી વિધવા બહેનો, વડીલો, બાળકો તેમજ ગ્રામબાળાઓના ચહેરા પર ખુશીની લાલી વરતાતી હતી. 100 પરિવારોને અનાજ ની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું.પરમાત્માની પરમ કૃપાથી સંસ્થાનું સેવાકાર્ય અને કાર્યક્ષેત્રનો વ્યાપ દિન-પ્રતિદિન વધતો જ જાય છે. જે માટે સંસ્થા સાથે સંકળાયેલા સેવાભાવી કાર્યકરો સહિત અમને સહકાર આપનાર પ્રત્યેક સહયોગીઓનો, સંસ્થા તરફથી હું ઋણ સ્વીકાર કરૂં છું અને ભવિષ્યમાં પણ આવો જ સહયોગ મળતો રહેશે એવી અપેક્ષા સાથે સૌનો જાહેરમાં આભાર વ્યક્ત કરૂં છું..

કલ્પેશ પટેલ,વડોદરા
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: