Sunday, 30 January 2022

શહિદ દિન/પુસ્તક વિમોચન

SHARE
શહિદ દિન/પુસ્તક વિમોચન


તા. 30  જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્માણ દિન( શહિદ દિન) ના દિવસે   કવિ ડોક્ટર શૈલેષ વાણીયા 'શૈલ' ના પુસ્તક જ્ઞાનસાગર ને ખુલ્લુ મુકવામાં આવ્યું આ કાર્યક્રમ ગોકુલધામ સોસાયટી ખંભોળજ ખાતે કોરોના મહામારી ને લઈને નાનકડી ઉજવણી આ પ્રસંગે મુખ્ય સ્થાન અધ્યક્ષ પદે ગામના સરપંચ  ગોવિંદભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પ્રાથમિક શાળા ઘોળી ગામ  બાબુભાઈ. એ મહાલા,  મેહમાન   વાડિયા પ્રાથમિક ગ્રુપ શાળા  આચાર્ય વાસુભાઈ દેસાઈ, વિશેષ અતિથિ તરીકે જયેશ આર. વાળંદ અંગાડી પહાડિયા શાળા , તથા શિક્ષક મિત્ર  ગણપતભાઇ ચૌધરી પ્રાથમિક શાળા ,  શિક્ષિકા મંજુલાબેન કે ચાવડા પ્રાથમિક શાળા નાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા ગોવિંદભાઈ રબારી, કનુભાઈ દરબાર, રમેશભાઈ પટેલ તથા ઇલાબેન પટેલે હાજરી આપી હતી. અનોખી ઉજવણી ગોકુલધામ સોસાયટી મુકામે પુસ્તક વિમોચન સાથે શહિદ દિન ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સંચાલન આચાર્ય બાબુભાઈ સાહેબ દ્વારા કરવામાં આવ્યું બે મિનિટનું મૌન શબ્દ પરિચય, ગાંધી બાપુની છબીને  શુતરની માળા, છબિ પર પુષ્પ વર્ષા,રાષ્ટ્રગાન, ત્યારબાદ આજના દિવસનું મહત્વ ભારતમાં શહીદ દિવસ મુખ્યત્વે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવના મહાન કાર્યોને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.  આ ત્રણેય અમર ક્રાંતિકારીઓ એવા છે જેમણે ભારત માતાને આઝાદ કરવામાટે પોતાના જીવની પણ પરવા કરી નથી.  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું અવસાન 30 જાન્યુઆરીએ થયું હતું, જેના કારણે આ દિવસે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કવિ ડો. શૈલેષ વાણીયા શૈલ ને સમગ્ર ગોકુલધામ સોસાયટી પરિવાર  શુભેચ્છા પાઠવે છે. આ દ્વિતીય પ્રસંગે સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ઉપસ્થિત તમામ સાથી શિક્ષક મિત્રો જણાવે છે કે જ્ઞાન સાગર પુસ્તક દરેક બાળકોના જીવનમાં ઉપયોગી થઈ પડશે. ખૂબ જ સુંદર માહિતી ઉત્તમ માહિતી  કોરોના સમય દરમિયાન આપશ્રી દ્વારા દૈનિક  વિવિધ ન્યુઝ પેપર ની અંદર આવતી કોલમ ના માધ્યમથી સાચવી રાખેલ માહિતી ને જ્ઞાનસાગર સામાન્ય જ્ઞાન પુસ્તક માં રૂપાંતર કરી આજે ખુલ્લુ મુકતાં  બાળમિત્રોને જીવનમાં ઉપયોગી થઈ પડશે. કોરોના સમય દરમિયાન આપના દ્વારા પુસ્તક સ્વરૂપે મળેલ ભેટ પ્રસંગે ને યાદગાર બનાવે છે.  માનવજીવન માટે  સમયનું ઉમદા ઉદાહરણ આપે  પૂરું પાડેલ છે.  કવિ ડોક્ટર  શૈલેષ વાણીયા શૈલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ વંદે માતરમ ભારતમાતા ની જય નાદ સાથે છુટા પડ્યા દ્વિતીય સંગમ કાર્યક્રમ ખૂબજ સફળ તથા સુંદર  રહ્યો.


સંકલન -કલ્પેશ પટેલ,આણંદ
મો -9879407774
SHARE

Author: verified_user

0 comments: