Sunday, 30 January 2022

પોશીના ધ રિફ્લેક્શન પુસ્તકનું વિમોચન

SHARE
પોશીના ધ રિફ્લેક્શન પુસ્તકનું વિમોચન

પોશીના ધ રિફલેક્શન " આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત બુકનો વિમોચન તથા લોકાર્પણ ક્રાર્યક્રમ તારીખ ૨૭.૦૧.૨૦૨૨નાં રોજ પોશીના મુકામે દરબારગઢ (રોયલ પેલેસ) મુકામે સફળતા પૂર્વક યોજાયેલ. આ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી રાવસાહેબ ગોપાલસિંહ વાઘેલા તથા મુખ્ય અતિથિ તરીકે શ્રી એચ. યુ. શાહસાહેબ ડેપ્યુટી કલેકટર તથા SDM ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત ડૉ.પરિમલ મદલાણી  આ પુસ્તકનાં પ્રેરણાસ્ત્રોત તરીકે ઉપસ્થિત રહી આ પુસ્તકનો પરિચય આપ્યો અને પોશીના  ધ રિફલેક્શન નામ પાછળનો હાર્દ સમજાવ્યો હતો.

મંચ પર ખાસ ઉપસ્થિત એવાં ડેપ્યુટી કલેકટર શ્રી શાહસાહેબ, જુનિયર પ્રિન્સ ઑફ પોશીના શ્રી
મ્રિગવેન્દ્રસિંહ વાઘેલા, મામલતદાર શ્રી પંડ્યા સાહેબ, ડૉ. નિષાદ ઓઝા, પરમ પાલનપુરી, ગાઈડ શ્રી વિક્રમસિંહ ચૌહાણે  પોતાનાં વક્તવ્યથી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.

વાત છે પોશીના પ્રદેશની તો લેખિકા જીજ્ઞાશા પટેલથી વિશેષ આ વિશે કોણ સમજાવે! જીજ્ઞાશાજી એ પોતાની સરળ અને લાગણીસભર વાણી થી સર્વે ઉપસ્થિત મહેમાનોનાં દિલ જીતી લીધા અને પુસ્તક લખવાં પાછળનો ઉદેશ્ય સ્પષ્ટ કરી તમામ લોકોની દાદ મેળવી. આ પ્રસંગે હાજરી આપનાર એમનાં જીવનસાથી સુનિલ પટેલ, માતા-પિતાતથા પુત્ર કબીરનો ખાસ આભાર માન્યો  તેમજ આ બુકનાં પ્રેરણાસ્ત્રોત એવાં એમનાં ગુરુ ડૉ. પરિમલસરનો વિશેષ આભાર માનેલ કે જેઓએ સમગ્ર કાર્યક્રમનું અદ્ભૂત સંચાલન કરેલ.

આ પુસ્તક અમેઝોન તથા આર. આર. શેઠ પ્રકાશનની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
 

સંકલન-કલ્પેશ પટેલ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
SHARE

Author: verified_user

1 comment: