શ્રી સૂરવંદના રેકોર્ડિંગ સ્ટુડિયો,બોરસદ દ્વારા "સૂર સરતાજ" ગુજરાતી ગીત સ્પર્ધા યોજાઇ
આણંદ જિલ્લાના બોરસદમાં આવેલ શ્રી સૂરવંદના રેકોર્ડિંગ સ્ટુડિયોને એક વર્ષ પૂર્ણ થતા "સૂર સરતાજ" ગુજરાતી ગીત ઓનલાઇન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા 6થી14 વર્ષ ,15 થી 35 વર્ષ અને 35થી ઉપર- એમ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી કુલ 78 જેટલા સંગીત રસિક કલાકારોએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે જીતુભાઈ ભાનુશાળી-મુંબઈ,પરેશભાઈ વાડિયા, શ્રદ્ધા ભાવસાર અમીન,અલબેલી ગુજરાતણ-આણંદ, રાકેશભાઈ કા.પટેલ-વિરસદ,લલિત ગોહેલ-બોરસદ વગેરેએ સેવા આપી હતી.સમગ્ર સ્પર્ધાનું આયોજન તથા સંચાલન સ્ટુડિયોના શ્રીરઘુવીરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની સહાયક ટીમમાં ધવલ શાસ્ત્રી, અમિત શાસ્ત્રી તથા શ્રદ્ધા ભાવસાર અમીને જોડાઈને સ્પર્ધાની સફળતાને નવો ઓપ આપ્યો હતો.
"સૂર સરતાજ" સ્પર્ધાની સૌથી મહત્વની બાબત એ હતી કે આ સ્પર્ધામાં માત્ર ગુજરાતી ગીતોને સ્થાન આપીને માતૃભાષા ગુજરાતી પ્રત્યે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ થયો હતો.આ સ્પર્ધાની તમામ કૃતિઓ શ્રી સૂરવંદના રેકોર્ડિંગ સ્ટુડિયોની ઓફિશિયલ ચેનલ પર તારીખ 17 થી 19 જાન્યુઆરી દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. તારીખ 22/1/2022ના રોજ જાહેર થયેલ સૂર સરતાજ-2022ની સ્પર્ધાનું પરિણામ આ મુજબ હતું વિભાગ-૧ માં પ્રથમ ક્રમે રાજલબા ઝાલા-થરાદ, દ્વિતીય ક્રમે યુવરાજ જેઠવા- અમરદડ, તથા રાહુલ ગામોટ-થરાદ, તૃતીય ક્રમે વ્રિન્દા અમીન-આણંદ, વિભાગ ૨માં પ્રથમ ક્રમે પાર્થ ગોસ્વામી
-ગામેઠા,દ્વિતીય ક્રમે ધરા ત્રિવેદી-રાજકોટ,તૃતીય ક્રમે ધ્રુવી ચાંગાણી-જામનગર તથા ત્વિષા ભટ્ટ-આણંદ,વિભાગ-3માં પ્રથમ ક્રમે ફાલ્ગુની શાહ-સુરત,દ્વિતીય ક્રમે જી.એન.ભાવસાર-આણંદ તથા હિનાબા ગોહિલ-ટાના,તૃતીય ક્રમે જયેન્દ્ર પંચાલ-આણંદ.
"સૂર સરતાજ" સ્પર્ધાના સંચાલક રઘુવીરસિંહ ગોહિલ તરફથી તમામ વિજેતાઓને એવોર્ડ ટ્રોફી આપવામાં આવ્યા હતા તથા તેમણે તમામ નિર્ણાયકો, સ્પર્ધકો અને દર્શકોનો આભાર માન્યો હતો.
સંકલન-કલ્પેશ પટેલ, આણંદ
મો-૯૮૭૯૪૦૭૭૭૪
0 comments: