Wednesday, 19 January 2022

જાગૃતિ મહિલા સમાજ,આણંદ દ્વારા મકરસંક્રાંતિ નિમિતે અનાજ વિતરણ સાથે કપડાંનુ વિતરણ કરાયું

SHARE
જાગૃતિ મહિલા સમાજ,આણંદ દ્વારા મકરસંક્રાંતિ નિમિતે અનાજ વિતરણ સાથે કપડાંનુ વિતરણ કરાયું

    જાગૃતિ મહિલા સમાજ આણંદ સંસ્થાના આદ્યસ્થાપક કુસુમબેન એડનવાલા ની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા આણંદ ના અંતરિયાળ વિસ્તારના જરૂરિયાત મંદ લોકોને મકરસંક્રાંતિ નિમિતે અનાજ વિતરણ સાથે કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું.આવી ઉમદા સેવાકાર્યથી પ્રેરાઈને લંડન સ્થિત ગીતાબેન પટેલ પરિવાર દ્વારા 145 કિલો કપડાં ગરીબો માટે પાર્સલ મોકલ્યુ હતું, દૂર રહી પરોક્ષ રીતે દાન પુણ્યના કાર્યમાં સહકાર આપ્યો છે,જેમને જાગૃતિ મહિલા સમાજના તમામ સભ્યોએ અભિનંદન આપ્યા હતા.એ સાથે લાંભવેલ ગાયત્રી ગુરુકુલ ગૌ શાળામાં ગાયો માટે 2 ગુણ અમુલ દાણ આપવામાં આવ્યું હતું.પ્રમુખ ભારતીબેન પટેલ દ્વારા ગૌ- માતાને ઘાસ -ચારો પણ આપવામાં આવ્યો હતો, સાથે અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદને અનાજ વિતરણ પણ કર્યું હતું, જ્યારે સોજીત્રામાં મૂક -બધિર બાળકોને તલ-ચીકી,લાડુ વેગરેનું પણ વિતરણ કરી ઉત્તરાયણના પવન પર્વના મહિમા સાથે સેવા,દાન પુણ્યનો ઉત્તમ લ્હાવો લીધો હતો,એમની ઉમદા સેવા,પ્રેરણા થકી સંસ્થાની બહેનોએ એમને અભિનંદન પાઠવ્યા હતા.

---કલ્પેશ પટેલ
મો-9879407774
SHARE

Author: verified_user

0 comments: