Saturday, 9 October 2021

કપડવંજ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્કશોપ નું યોજન કરાયું

SHARE
કપડવંજ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્કશોપ નું યોજન કરાયું




કપડવંજ તાલુકા ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આયોજિત એચ.એમ.પટેલ ભુવન ખાતે વર્કશોપને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુક્યો હતો. જેમાં એસો.ના પ્રમુખ સ્નેહલ જોશી, મંત્રી જયંત પરમાર,ઉપપ્રમુખ પિયુષ વૈદ્ય તથા આમંત્રિતો વિરાજ સ્વામી,નુન ભાવસાર,પ્રફુલભાઈ તથા મિતેશ મહેશ્વરી વગેરે દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા.વર્કશોપમાં કપડવંજ,કઠલાલ, મહુધા,ડાકોર,બાયડ,ગોધરા,સંતરામપુર તાલુકામાંથી ફોટોગ્રાફરએ લાભ લીધો હતો.વર્કશોપનો મુખ્ય હેતુ ફોટોગ્રાફરોના સર્વાંગી વિકાસ તથા નવી ટેકનોલોજીથી માહીતગાર થાય તે માટે હતો.કાર્યક્રમનું સંચાલન કન્વીનર ચિરાગ ભાવસાર તથા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસો.ના તમામ સભ્યોએ સહયોગ આપ્યો હતો.
SHARE

Author: verified_user

0 comments: