કપડવંજ મોડાસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત એકને ગંભીર ઇજા
કપડવંજ થી મોડાસા રોડ ઉપર ચપટીયા ગામની સીમમાં આઇસર અને i20 કાર વચ્ચે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અકસ્માત ના ભોગ બનેલા તમામ યુવાનો કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડના જવાનો તરીકે નાઈટ ડ્યુટી બજાવતા હતા તેઓ રણુજા ની યાત્રાએ ગયા હતા અરે પરત ફરતા પોતાના વતનથી માત્ર 20 કિલોમીટર દૂર અકસ્માતના ભોગ બન્યા હતા કપડવંજ મોટા રામપુરા ના ફરિયાદી પ્રકાશભાઈ રમેશભાઈ ઝાલા એ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસ સત્તાવાળાઓએ ઈપીકો કલમ 279 304 અ 337 338 અને એમ વી એક્ટ 177 184 અને ૧૩૪ મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ અધિકારી તરીકે પીએસઆઇ જે કે રાણા ના જણાવ્યા અનુસાર મૃતકોના મૃતદેહોને કપડવંજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મરણોત્તર તપાસ માટે મોકલી આપવામાં આવે છે જ્યારે ગંભીર ઈજા પામનારને વાત્રક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે મૃતકોમાં રમેશભાઈ મોતીભાઈ ઝાલા 55 રે મોટા રામપુરા મહેશભાઈ રાયસીંગભાઈ ઝાલા ૪૮ મોટા રામપુરા નરેન્દ્ર નાના ભાઈ રાઠોડ ૩૩ રહે ગરોડ શૈલેષ કોદર સિંહ સોલંકી 33 રે વાઘાવત નો સમાવેશ થાય છે જ્યારે દિલીપભાઈ અભેસિંહ સોલંકી 29 રે ગરોડ ને ગંભીર ઈજાઓ પહોંચી છે
--કીર્તન પરીખ,કપડવંજ
0 comments: