Tuesday, 3 August 2021

દાતારી લોહીમાં હોય છે..આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ ગામની પ્રાથમિક શાળામાં 51.000 રૂપિયાની કિંમતના નોટ-ચોપડા અર્પણ..

SHARE
દાતારી લોહીમાં હોય છે..
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ ગામની પ્રાથમિક શાળામાં 51.000 રૂપિયાની કિંમતના નોટ-ચોપડા અર્પણ.. 

હંમેશા શિક્ષણ અને આરોગ્ય માટે પોતાની સંપત્તિનો સદુપયોગ કરતાં રહ્યા છે.  એવાં પેટલાદ તાલુકાના સજ્જન બિલ્ડર ચકુભાઈ એટલે હેમીલભાઈ ક્રિષ્નાભાઈ પટેલ. એમણે પોતાની માતા મંજુલાબેન ક્રિષ્નાભાઈ પટેલના નામથી મોરડ પ્રાથમિક શાળાના 570 બાળકોને 51.000 રૂપિયા કરતા વધુ કિંમતના લખવા માટેના નોટ અને ચોપડાની સેવા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આટલી મોટી સેવા કરે છે.  મોરડ પોતાનું વતન ન હોવા છતાં વિદ્યાર્થીઓની શિક્ષણ ક્ષેત્રે તમામ જરૂરિયાતોને હંમેશા પુરી કરવા તત્પર રહે છે. શાળા પરિવાર દ્વારા હેમીલભાઈ પટેલનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. તે પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. નિર્મળદાન ગઢવીએ અભિનંદન આપતા કહ્યું હતું કે માત્ર રૂપિયા હોવાથી દાતાર નથી થવાતું, પણ દાતારી તો માતા પિતાના લોહીના સંસ્કાર માંથી આવે છે..
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક પરેશભાઈ પટેલ અને શિક્ષિકા સેજલબેન ચંદ્રપાલે કર્યું હતું.
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: