Sunday, 18 July 2021

જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્રારાવાનગી હરીફાઈ, ગુરૂવંદના સાથે રમત -ગમ્મતનો ત્રિવેણી સંગમ કાયઁક્મ યોજાયો

SHARE
જાગૃતિ મહિલા સમાજ, આણંદ દ્રારા
વાનગી હરીફાઈ, ગુરૂવંદના સાથે રમત -ગમ્મતનો ત્રિવેણી સંગમ કાયઁક્મ  યોજાયો
           જાગૃતિ મહિલા સમાજ, આણંદ સંસ્થાના આધસ્થાપક શ્રીકુસુમબેન એડનવાલા અને પ્રમુખ શ્રીભારતીબેન પટેલના પ્રેરણા અને માર્ગદર્શન થકી ઉપ પ્રમુખ શ્રી સરોજબેન શાહ અને ભાવનાબેન બારોટે તા.16-7-21 ને શુક્રવારે ઇન્ડો આફિકા હૉલ, આણંદ ખાતે ત્રિવેણી કાયઁક્મનું સુંદર આયોજન કર્યુ હતું.
             આ ત્રિવેણી સંગમ કાયઁક્મમાં હાલના સમયને ધ્યાનમાં રાખીને ઇમ્યુનિટી બુસ્ટર સ્નેકસ (નાસ્તા) અને ડ્રિન્કસ ( પીણાં) બનાવવાનું આયોજન થયું હતું.જેમાં મુખ્ય મહેમાન અને વિજેતાઓના દાતા તરીકે શ્રી માનનીય નિરંજનભાઇ પટેલ અને શ્રીમતિ કુંજબાળાબેન મુખ્ય અતિથિ તરીકે હાજર રહી,કાયઁક્મને શોભાયમાન કયોઁ હતો.કાયઁક્મની શરૂઆત પ્રભુ- વંદના સાથે દીપ પ્રાગટ્ય કરી,આવેલ મહેમાનને સંમિલિત કરી,મહેમાનોનું સ્વાગત સંસ્થાના પ્રમુખ શ્રીભારતીબેન  પટેલે શાલ અને પુષ્પ ગુચ્છ આપી આવકાર્યા હતા.જે સાથે જ શ્રી નિરંજનભાઇ પટેલ અને કુંજબાળાબેને સંસ્થાને 5,000 રુ.નું દાન આપ્યું હતું.સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો.
             સંસ્થાએ યોજેલ વાનગી હરીફાઈમાં ઇમ્યુનિટી બુસ્ટર સ્નેકસ, અને ડ્રિન્ક ની સ્પધૉમાં ઘણી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં વાનગીમાં- પ્રથમ સ્થાન-રાધિકાબેન પટેલ, દ્વિતીય સ્થાન- નયનાબેન ચૌહાણ, તૃતીય સ્થાન- અનામિકાબેન શાહ વિજેતા બન્યા હતા.
                 જ્યારે ઇમ્યનિટી ડ્રિન્ક (શકિતવધઁક પીણાં)ની સ્પધૉમાં પ્રથમ ક્રમે- ઇન્દુબેન શેઠ, દ્વિતીય ક્રમે- અનામિકાબેન શાહ, તૃતીય ક્રમે -લતાબેન સુથાર અને ચતુથઁ ક્રમે- હીરવાબેન ઠક્કરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતાં.આ બે વિભાગમાં વહેંચવામાં આવેલ સ્પધૉ ના જજ તરીકે કુકીંગ એક્સ્પર્ટ વીણાબેન પટેલ અને તન્વીબેન મકવાણાએ હાજરી આપી,સુંદર અને યોગ્ય રીતે નિર્ણાયક તરીકેની સેવા આપી હતી.સંસ્થા એઓની આભારી છે.એ સાથે લકી ડ્રો વિજેતા તરીકે પ્રથમ- પ્રજ્ઞાબેન શાહ અને બીજા સ્થાને કોકિલાબેન શાહ વિજેતા બન્યા હતા.જેઓને પણ ગિફ્ટ આપી નવાજવામાં આવ્યા હતાં.
         જ્યારે લાંબા સમયથી મનોરંજનથી વંચિત એવા સવઁ બહેનોને 
સંસ્થાના કારોબારી કતાઁ શ્રી ભાવનાબેન બારોટે એમ્પટી કપ વીથ કલરીંગ પેન દ્રારા સરપ્રાઇઝ ગેઈમ રમાડી આનંદ કરાવ્યો હતો.જેમાં હંસાબેન ધૃવ અને હષાઁબેન સુથારે સહયોગ આપ્યો હતો.સવઁ સભ્ય બહેનોએ ભાગ લઈ આનંદ કયોઁ હતો.જેના વિજેતા પ્રથમ નંબરે- રાધિકાબેન પટેલ ,બીજા નંબરે- કલ્પનાબેન પટેલ, ત્રીજા નંબરે-રુપલબેન ભટ્ટ વિજેતા જાહેર થયા હતાં,સૌને ઇનામો આપી નવાજયા હતાં.
           નજીકના સમયમાં આવી રહેલ ગુરુપૂર્ણિમા નિમિત્તે સંસ્થાના મંત્રીશ્રી સ્મિતાબેન પંડયાએ ગુરુવંદનાનો મહિમા સમજાવ્યો હતો.એ સાથે સભ્ય બહેનોના પરિવારમાંથી શ્રીજી ચરણ પામનારને શ્રધ્ધાંજલિ પણ આપી હતી.હાલના માલિક શ્રી કિતીઁભાઇ અને શ્રી રણજીતભાઇનૈ પણ સન્માનિત કયાઁ હતા.સભ્ય બહેનોનો પણ જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.
           કાયઁક્મના અંતે સભ્યશ્રી ચંદ્રિકાબેન તરફથી સવઁને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી.સવઁની ખુશીના માહોલ સાથે કાયઁક્મ સંપન્ન થયો હતો.
        સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી શ્રી સ્મિતાબેન પંડયાએ તેમજ સવઁ કારોબારીના સાથ-સહકાર થી કાયઁક્મ સફળ રહ્યો હતો.
ફોટો-કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: