Saturday, 17 July 2021

હાલોલ પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રધામ પર આવેલા ખુનીયા મહાદેવ ની તળેટીમાં પાંચ દિવસ થી ગુમ થયેલા હાલોલના યુવાનની લાશ મળી આવી

SHARE

હાલોલ પાવાગઢ સુપ્રસિદ્ધ યાત્રધામ પર આવેલા ખુનીયા મહાદેવ ની તળેટીમાં પાંચ દિવસ થી ગુમ  થયેલા હાલોલના  યુવાનની લાશ મળી આવી.

પાવાગઢ પોલીસે ગંભીરતા લઇ તેની શોધખોળ આદરી હતી. ડુંગર ઉપર થી બે દિવસ ડ્રોન ઉડાવી ડ્રોન થી તપાસ કરતા વિજય ની ભાળ મળી

નમસ્કાર ગુજરાત-વડોદરા:પાવાગઢ ખાતે પોતાના મિત્રો સાથે મહાકાળી માતાજીના દર્શનાર્થે ગયેલ હાલોલ નગરના નવરંગ કોલોનીમાં રહેતો ૨૦ વર્ષીય યુવાન પાવાગઢ ખાતેથી ગુમ થયો હતો.જેનો આજ રોજ પાવાગઢ ની તળેટી ખાતે આવેલ ખુણિયા મહાદેવના ધોધ પાસેથી મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો જ્યારે ૧૧મી જુલાઈએ ગુમ થયેલ યુવાનનો મૃતદેહ અંત્યત વિકૃત હાલતમાં  છઠ્ઠા દિવસે મળી આવતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે મૃતદેહ અંત્યંત વિકૃત હાલતમાં મળી આવતા સ્થળ પર જ તેનું પેનલ  પોસ્ટમોર્ટમ કરી ઘટનાસ્થળે તેને તેના પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાવ્યા હોવાનું પાવાગઢ પોલીસે જણાવ્યું હતું જ્યારે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
     પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ હાલોલ નગરના નવરંગ કોલોનીમાં રહેતા શાંતિલાલ બાબુલાલ સોલંકીનો 20 વર્ષીય પુત્ર બાસ્કા ખાતે આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો જે તેના સહકર્મી બે મિત્રો સાથે  11મી જુલાઈના રોજ સવારે નવ વાગ્યાના સમય ગાળા દરમ્યાન હું ભાઈબંધો સાથે પાવાગઢ દર્શન કરવા જાઉં છું. તેમ કહી ઘરેથી નીકળ્યો હતો. મોડે સુધી ઘરે પરત નહિ આવતા વિજય ના ભાઈ પુનિતે વિજય ને ફોન કર્યો ત્યારે બીજા છોકરાએ ફોન ઉઠાવ્યો અને હું સુભાષ બોલું છુ તેમ જણાવ્યું હતું. પછી ફોન બંધ થઇ ગયેલ બીજા દિવસે વિજય સાથે નોકરી કરતા સુભાષ નો નંબર મેળવી તેને ફોન કરતા તેને જણાવ્યું કે અમે પાવાગઢ બસ સ્ટેન્ડ પાસે બેઠા છે. તેથી વિજય ના પિતા તથા તેનો ભાઇ પાવાગઢ ગયા હતા. ત્યાં સુભાષ અને તેના બે મીત્રો બેઠા હતા. તેને મળતા જણાવ્યું કે અમે માંચી બસ સ્ટેન્ડ નજીક રોડ ની બાજુમાં બેઠા હતા. ત્યારે સિક્યુરિટી આવી જતા અમે ત્યાંથી ભાગી છુટા પડી ગયા હતા. અને તમારા છોકરા નો મોબાઈલ મારી પાસે રહી ગયો હતો. ત્યાર બાદ શોધખોળ કરવા છતાં મળી નહિ આવતા શાંતિલાલ આ સુભાષ અને તેના મીત્રો ને લઇ પાવાગઢ પોલીસ મથકે જઈ વિજય ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
        બનાવ અંગે પાવાગઢ પોલીસે ગંભીરતા લઇ તેની શોધખોળ આદરી હતી. ડુંગર ઉપર થી બે દિવસ ડ્રોન ઉડાવી ડ્રોન થી તપાસ કરતા વિજય ની શોધખોળ દરમ્યાન આજે પાવાગઢ ના જંગલ માં ખુણીયા મહાદેવ ની પાછળ ના ભાગ માં ખપ્પરીયા જોગણી ખીણ માં અડધે ઝાડીઓ માં કોઈ લાશ લટતકતી હાલતમાં જણાઈ આવતા પોલીસે દોરડા સાથે માણસો ને ખીણ માં ઉતાર્યા હતા. તેઓ એ જોયું ત્યારે લાશ હતી. જેથી ફાયરટીમ ની મદદ થી તેને ખીણ માં નીચે ઉતારી ત્યાંજ ડોક્ટરે પી.એમ. કર્યું હતું ત્યારદબાદ તેના મૃતદેહ ને વિશ્વામિત્રી ના કિનારા ઉપર પરિવાર જનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. જ્યારે પાવાગઢ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
નમસ્કાર ગુજરાત:
મેહુલ પટેલ,વડોદરા

SHARE

Author: verified_user

0 comments: