Wednesday, 23 June 2021

ઉમરેઠ જાગનાથ ભાગોળ,લાલ દરવાજા કુબેરેશ્વર મહાદેવ વડ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચના કરી

SHARE
ઉમરેઠ જાગનાથ ભાગોળ,લાલ દરવાજા કુબેરેશ્વર  મહાદેવ વડ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચના કરી




ઉમરેઠ જાગનાથ ભાગોળ ,લાલ દરવાજા કુબેરશ્વર મહાદેવ  સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી. અને સવારથી પરિણીતાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડ સાવિત્રી પુનમનુ વ્રત ઉજવેછે
વટ સાવિત્રી વ્રત પૂજા વિધી - ભારતીય નારીની પતિભક્તિનું પ્રતિક – વટપૂર્ણિમાં વ્રત

વડ સાવિત્રીનું વ્રત સૌ ભાગ્ય આપનારું, પતિના દીર્ધ આયુષ્યની કામના કરનારું વ્રત છે. ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે. આમ, તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે. પણ સામાન્ય રીતે આ વ્રત જયેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે.

વડ સાવિત્રી વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ છે. પીપળાની જેમ વડના ઝાંડનું પણ વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેનો વાસ છે. એટલે આની નીચે બેસીને વ્રત પૂજન કરવાથી કે કથા સાંભળવાથી મનોકામના પૂરી થાય છે.

વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી-સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વટ-સાવિત્રીના નામથી પ્રસિધ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓજ કરે છે. આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે. આ વ્રતને સ્ત્રીયો અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલકામના સાથે કરે છે.


ફોટો-રિતેશ પટેલ,ઉમરેઠ
SHARE

Author: verified_user

4 comments:

  1. 👌🙏 જય હો વડલાદેવ 🙏

    ReplyDelete
  2. ખૂબ સુંદર ફોટોગ્રાફ

    ReplyDelete
  3. ખુબ સુંદર ફોટોગ્રાફ
    વટસાવિત્રી વ્રત

    ReplyDelete
  4. વાહ ખુબ સરસ... ઘરબેઠા દર્શન થઈ ગયા 🙏🙏
    જીજ્ઞાશા પટેલ

    ReplyDelete