Sunday, 9 May 2021

મહારાજા સયાજીરાવ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક ના 10 વિદ્યાર્થીઓ વૉલેન્ટરી વર્ક સમરસ ગલ્સ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં અલગ અલગ સેવાકાર્ય

SHARE
એક તરફ જ્યારે કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે સાથે સાથે દર્દીઓને સારવાર અર્થે મહારાજા સયાજીરાવ ફેકલટી ઓફ સોશિયલ વર્ક ના વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમેં સતત સેવાની ભાવના સાથે હંમેશા તૈયાર હોય છે.હાલ જે મહામારી ચાલી રહી છે તો સોશિયલ વર્ક ફેકલટી ના 10 વિદ્યાર્થીઓ વૉલેન્ટરી વર્ક સમરસ ગલ્સ હોસ્ટેલ સ્થિત કોવિડ હોસ્પિટલમાં કાર્ય કરી રહ્યા છે. તેઓ હેલ્પ ડેસ્ક પર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. સાથે સાથે જરુર પડે કોવિડ વૉર્ડ માં પણ જાય છે અને દર્દી ની સાથે પોઝિટિવ વાતાવરણ મલી રહે તેવી કોશિશ કરે છે .સાથે દર્દી નું કાઉન્સેલિંગ પણ આ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. આમાં કેટલાક વિદ્યાર્થીઓ તેમના માતાપિતા ના એક ના એક બાળક છે છતાં પણ શહેર ને જ્યારે તેમની મદદ ની જરૂર છે તો તેઓ તૈયાર છે. મેડિકલ ના વિદ્યાર્થીઓ ના હોવા છતા પોતાની નૈંતિક જવાબદારી પુરી કરવા માટે હંમેશા તૈયાર છે.  યુક્તિ મોદી ,સંદીપિકા ધાનકર ,અમાપ જયસ્વાલ, નૈનેશ રાઠવા ,રવીન કુમાર ,સાગર સોની ,જૈનિષ ડાભી ,ઉર્વી રાણા ,સ્નેહ ઠકકર ,નિર્મલ પટેલ  .

રિપોર્ટ,કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

0 comments: