વડોદરાની સામાજિક સેવાકીય સંસ્થા તરીકે જાણીતી બનેલા માનવતા ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક પ્રેસિડેન્ટ મમતા શાહ નવરાત્રિ સંદર્ભે સંસ્થા બાબતે જણાવ્યું હતું કે, માનવતા કેમ્પેઇન દ્વારા સ્લમ વિસ્તાર ની પચીસેક બાળાઓને અગાઉ ચણીયા-ચોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં કોરોના મહામારી ને અનુલક્ષીને જાહેરમાં ગરબા કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે બાળાઓમાં ભારે ગરબા ને લઈને હતાશાની લાગણી ને ધ્યાનમાં રાખી બાળાઓને હોલમાં બોલાવી દશ દશ બાળાઓના ગૃપ માટે માતાજીના ફક્ત પાંચ શુકનના ગરબા અને તે પણ સરકારી ધારાધોરણો ને અનુસરવા સાથે આયોજિત કરવામાં આવ્યા હતા. જેના બાદ આ બાળાઓ અને તેમના કુટુંબીજનોમાં ભારે આનંદ ની લાગણી પ્રસરેલી જોવા મળી હતી. જેનાથી અમને પણ બાળાઓના મન સચવાયા તે બદલ નો સંતોષ અને આનંદ થવા પામ્યો છે.
0 comments: