Sunday, 22 September 2019

મનુભાઈ ડેન્ટલ કોલેજની એન્યઅલ ડે સેરેમનીમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રરક ઉપસ્થિતિ

SHARE

મનુભાઈ ડેન્ટલ કોલેજની એન્યઅલ ડે સેરેમનીમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રરક ઉપસ્થિતિ


૬૦ જેટલા વિદ્યાર્થીઓને ડોક્ટરની પદવી-મેડલ એનાયત કરાયા
સતત વાંચતા અને દેશ-દુનિયાના અદ્યતન સંશોધનથી માહિતગાર રહેવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો અનુરોધ


પદવીદાન સમારોહમાં બ્રિટિશકાળની ગાઉન પહેરવાની પ્રથાને આવતા વર્ષથી કોલેજ પ્રશાસન તિલાંજલી આપશે


વડોદરા - શહેરની મનુભાઈ ડેન્ટલ કોલેજના એન્યુઅલ ડે સેરેમનીમાં શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચૂડસમા મુખ્ય અથિતિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ કોલેજના ૨૦૧૩-૧૪ની બેન્ચના વિદ્યાર્થીઓએ જેઓએ ડોક્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેવા છાત્રોને પદવી-મેડલ એનાયત કર્યા હતા.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે,  સમાજ અને સરકારમાં બે કામ અતિમહત્વના છે તે આરોગ્ય અને શિક્ષણ છે. વિશ્વ માનવ વિકાસ સૂચકઆંકના માપદંડ તરીકે આ બન્ને ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિકાસશીલ દેશ માટે આરોગ્ય અને શિક્ષણ અગત્યના પાસા છે. સમાજમાં વસ્તીના પ્રમાણ જેટલા ડોક્ટર્સની જરૂરિયાત છે તેના કરતા ઓછા છે. તેવા સમયે તમારી જવાબદારી વધી જાય છે. સાથે જ તેમણે પદવી પ્રાત્પ કરનાર વિદ્યાર્થીઓને સતત વાંચતા રહેવા, હજુ વધારે આગળ અભ્યાસ કરવા અને દેશ-દુનિયામાં થતા નવા સંશોધનોથી અપડેટ રહેવા અનુરોધ કર્યો હતો.


લવ યોર જોબ અને લવ યોર કન્ટ્રીનુ સુત્ર આપતા વધુમાં શ્રી ચુડસમાએ ઉમેર્યું કે,  આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વગુરૂ બનવા આગેકૂચ કરી રહ્યું છે. દેશે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે યુવાનોના વિકાસ માટે સ્ટર્ટ અપ, સ્ટેન્ડ અપ અને ઇનોવેશન માટે નીતિ અમલમાં મૂકી છે. રાજ્યના યુવાનોને કોઈ પણ ક્ષેત્રમાં તક પૂરી પાડવાની સરકારની જવાબદારી છે. આ માટે માતબર બજેટ પણ ફાળવ્યું છે. અમદાવાદની એલ.ડી. એન્જીનિયરિંગ કોલેજ ખાતે ૨૦ કરોડના ખર્ચે સ્ટર્ટ અપ ભવનનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ના કોઈ પણ યુવાનને કંઈક નવીન કરવાની ચાહ હોય તે ત્યાંથી સ્ટાર્ટ અપ સહિતની માહિત મેળવી પોતાની ઉજ્જવળ કારર્કિદીનું નિર્માણ કરી શકશે.
રાજ્યકક્ષાના મંત્રી શ્રી યોગેશ પટેલ પદવી પ્રાપ્ત કરનાર ડોક્ટર્સને ગરીબોની સેવા કરવા અનુરોધ કરતા જણાવ્યું કે, વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં તબીબી સારવાર સસ્તી હોય છે. જેથી અન્ય દેશના લોકો આપણા દેશમાં સારવાર કરવા આવી રહ્યા છે. જેથી આ વ્યવસાયમાં પ્રગતિની અનેક તકો રહેલી છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રી મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું કે, ૨૧મી સદી વિજ્ઞાન અને ટેક્નોલોજીની સાથે સ્પર્ધાની પણ સદી છે. એટલે સતત પોતાને અપડેટ કરતા રહેવુ પડશે. જે સમય સાથે કદમ નહિ મિલાવી શકે તેને પછડાટ ખાવી પડ છે. સ્કીલ, ટેલેન્ટ, અને નોલેજનો યુગ છે. આગળ વધવામાં માટે જાતિ, ઉંમર, ગામડમાંથી આવવુ એવા કોઈ બાધ અવરોધરૂપ બનતા નથી. જો ઇચ્છાશક્તિ હોય તો અસાધારણ પ્રગતિ સાધી શકાય છે. 
મનુભાઈ ડેન્ટલ કોલેજના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રસિંહ રાઠૌરે ઉજ્જવળ કારર્કિદીના ઘડતરની સાથે સમાજ પરિવાર અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અંગે ધ્યાન દોરતા જણાવ્યું કે, પદવીદાન સમયે ગાઉન પહેરવાની જે બ્રિટિશકાળથી ચાલી આવતી આ પ્રથાને આવતા વર્ષથી તિલાંજલી આપવાનુ નક્કી કર્યું છે. ગાઉનની જગ્યાએ આવતા વર્ષથી પદવી પ્રાપ્ત કરનારને કોટિ પહેરાવાનો નિર્ણય કર્યો છે. સાથે તેમણે સંસ્થા માટે ભૂમિદાન આપનાર દાદુભાઈ પટેલ અને આર્થિક સહયોગ અશોક પટેલ સહિતના નાના-મોટા તમામ દાતાઓનો આભાર માન્યો હતો.
પક્ષ પદાધિકારી શબ્ધશરણ બ્રહ્મભટ્ટે વિદ્યા-શિક્ષણનુ મહત્વ સમજાવતા જણાવ્યું કે, કોલેજનો આભાર માનુ છુ કે, તેમણે પાંચ વર્ષ સુધી વિદ્યાર્થીઓની કાળજી લીધી. અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય  માટે ભોગ આપનાર માતા-પિતાને નહિ ભૂલવા અનુરોધ કર્યો હતો
        આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર જીગીષાબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ સુખડીયા, ધારાસભ્ય શ્રી સીમાબેન મોહિલ સહિત પદવી પ્રાપ્ત કરનાર વિદ્યર્થીઓના વાલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

SHARE

Author: verified_user

0 comments: