આણંદ જિલ્લામા મહિલા સશક્તિકરણ પખવાડિયાની
ઉજવણીનો પ્રારંભ
જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મહિલા સુરક્ષા
દિવસની થીમ આધારિત ઉજવણી કરાઇ
આણંદ- ગુજરાત સરકાર દ્વારા
મહિલા સશક્તિકરણના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ઓગસ્ટ મહિના દરમિયાન મહિલા સશક્તિકરણ
પખવાડિયુ ઉજવવામાં આવી રહ્યુ છે જેના ભાગરૂપે આજે આણંદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા
ડી.એન. હાઇસ્કુલ ખાતે મહિલા સુરક્ષા થીમ આધારિત મહિલા સશક્તિકરણ પખવાડિયાનો
પ્રારંભ કરવામાં આવ્યો.
આ પખવાડિયાનો પ્રારંભ કરાવતા જિલ્લા
પોલીસ અધિક્ષકશ્રી મકરંદ ચૌહાણે મહિલાઓ તેમજ કન્યાઓને સાયબર ક્રાઇમ (ગુનાઓ) વિશે, તેમજ
તેનાથી બચવાના ઉપાયો રાખવાની સાવચેતી વિશે સમજ આપી હતી.
મહિલા સુરક્ષાના ભાગરૂપે સ્ટુડન્ટ પોલીસ
કેડરના સભ્યો સાથે એક સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં કરાટે/સ્વરક્ષણ તાલીમ મેળવેલ યુવતીઓ દ્વારા
નિર્દશન કરવામાં આવ્યુ. તેમજ ઉપસ્થિત રહેલી દિકરીઓ તેમજ મહિલાઓને સ્વરક્ષણ વિષેની
સમજ આપવામાં આવી જ્યારે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સમાજમાં બનતા વિવિધ પ્રકારના
ગુનાઓ તેમજ તે ગુનાઓથી બચવા અને સાવચેતી અંગેની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી. પટેલ તેમજ શ્રી
બી.ડી.જાડેજા પોલીસ કર્મીઓ , મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, સખી મંડળની મહિલાઓ
અને સ્વૈચ્છિક સંસ્થાના મહિલા પ્રતિનિધિઓ,તેમજ જિલ્લાના
અગ્રણીઓ હાજર રહ્યા હતા.
0 comments: