Tuesday, 13 August 2019

કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી

SHARE

કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણીની પૂર્વ 

તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી




જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સાવલી ખાતે યોજાશે

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે કરાશે ધ્વજવંદન



વડોદરા તા.૧૩ ઓગષ્ટ, ૨૦૧૯ (મંગળવાર)  ૭૩માં સ્વતંત્રતા પર્વની જિલ્લાકાક્ષાની ઉજવણી સાવલી ખાતે કરવામાં આવનાર છે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. ત્યારે સ્વતંત્રતા પર્વની ઉજવણીની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે યોજી હતી. શ્રીમતી અગ્રવાલે સંબંધિત તમામ અધિકારીઓને સંકલનમાં રહી કામગીરી કરવા સૂચના આપી હતી. તેમજ અધિકારીશ્રીઓ પાસેથી સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, મહાનુભવોની પ્રતિમાની સાફ સફાઈ, પીવાના પાણી સહિતની તૈયારીઓની વિગતો અધિકારી પાસેથી મેળવી હતી અને આઝાદીના પર્વની ઉજવણી ગરીમામય વાતાવરણ યોજાઇ તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. 
     આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કિરણ ઝવેરી, અધિક નિવાસી કલેક્ટર શ્રી દિલીપ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી સહિતના અધિકારી હાજર રહ્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: