૭૩મો સ્વાતંત્ર્યપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સોજીત્રા ખાતે યોજાશે
પાણી પુરવઠા,પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થિત
રહેશે
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું ફૂલડ્રેસ રિહર્સલનું
કલેકટરશ્રી દિલીપ રાણાએ કર્યું નિરીક્ષણ
આણંદ જિલ્લાના પ્રજાજનોને
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાવા અનુરોધ
જિલ્લા કલેકટરશ્રી
દિલીપ રાણા
આણંદ: રાષ્ટ્રના
૭૩મા સ્વાતંત્ર્યપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આગામી તા. ૧૫/૮/૧૯ના રોજ સવારના ૯-૦૦
કલાકે સોજિત્રા ખાતેશ્રી એમ. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં યોજાનાર છે. જેમાં પાણી
પુરવઠા, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા, તા.૧૫/૮/૧૯ના રોજ સવારે ૯.૦૦ કલાકે એમ. એમ. હાઇસ્કૂલના પટાંગણમાં ધ્વજારોહણ
કરશે.
૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની
ઉજવણીના અંગે યોજાયેલ ફુલડ્રેસ રિહર્ષલમાં જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણાએ રાષ્ટ્રધ્વજની
સલામી ઝીલી પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.
ફુલ ડ્રેસ રિહર્ષલમાં આણંદ જિલ્લાની વિવિધ
શાળાઓ દ્વારા યોજાયેલ દેશભક્તિ ગીત સાંસ્કૃતિક રજુ કર્યા હતા. જિલ્લા કલેકટરશ્રી દિલીપ રાણાએ આણંદ જિલ્લાની જનતાને ૭૩માં સ્વાતંત્ર્ય
પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેવા
અનુરોધ કર્યો છે.



0 comments: