Monday, 19 August 2019

વસો તાલુકાના પેટલી ગામે આરોગ્ય કેન્દ્ર નું રીનોવેશન માટે ખાત મહુર્ત કરાયું

SHARE
વસો તાલુકાના પેટલી ગામે આરોગ્ય કેન્દ્ર નું રીનોવેશન માટે ખાત મહુર્ત કરાયું 



પેટલી -ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાંધલી નું સબ સેન્ટર આવેલું છે    જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું જેને રીનોવેશન ની મંજૂરી મળતા આજે તેનું ખાત મહુર્ત મનોજભાઈ ત્રિવેદી હસ્તે કરવામાં આવ્યું
જેમાં પેટલી ગામ ના તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી ડાહ્યાભાઈ પરમાર અને યુવા મોરચા ના મંત્રી શ્રી વિજય ભાઈ વ્યાસ  ના અથાગ પ્રયત્નો બાદ આ કામ ને મંજુર કરાવી લાવ્યા  હતા  જેમાં ખેડા જિલ્લાના સાંસદ શ્રી  દેવસિંહ ચૌહાણ સાહેબ  અને માતર ના ધારાસભ્ય શ્રી કેસરીસિંહ સાહેબ  આ કાર્ય માં મોટું યોગદાન આપેલ છે 
આ કાર્યક્રમ માં પેટલી ના સરપંચ શ્રી ભૂમિબેન ત્રિવેદી  પેટલી ના નવ યુવાન અને વિકાસ ના કામમાં અગ્રેસર એવા મનોજભાઈ ત્રિવેદી  ગામ પંચાયત ના સભ્યો આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ આશા વર્કર બહેનો  પેટલી ગામ ના ગ્રામ જનો હાજર રહ્યા હતા 
by -દિપક ગોહિલ , શાંતિલાલ પરમાર ,પેટલી 
SHARE

Author: verified_user

0 comments: