Friday, 16 August 2019

૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના ભાગરૂપે ઉમ્મીદ ગૃપ ભાલેજ દ્વારા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

SHARE


૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના ભાગરૂપે ઉમ્મીદ ગૃપ ભાલેજ દ્વારા  રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

 




આણંદ -૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ના ભાગરૂપે તેમજ સાથે સાથે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ ની નિશાની રૂપ પર્વ રક્ષાબંધન નિમિતે ઉમ્મીદ ગૃપ ભાલેજ ના નવયુવકૉ દ્વરા એક સુંદર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું..વસુદેવ કુંટુંબકમ ની ભાવના થી કાર્યશીલ આ ગૃપ ના યુવાઑ દ્વરા માનવ સેવા તેમજ દેશ પ્રેમ ભાગરૂપે માત્ર સૉસિયલ મિડિયા માં નહી, પરતુ તમામ જરુરત મંદ હિન્દુસ્તાની ભાઈ બેહન ને હમેશા મદદરૂપ થવાની ભાવનાથી આ રક્તદાન કેમ્પનું આયોજક શ્રી કૃષ્ણ હૉસ્પિટલ કરમસદ સંચાલિત શ્રી એ.ડી ગૉરવાળા બલડ બેંક ના સહયોગ થી ભાલેજ સ્થિત નુરાની ક્લિનિક શેખવાડા બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમા ૫૧ યુનિટ રક્ત એકત્રીત કરી જરૂરતમંદ માટે મદદ રૂપ થવાની એક સપથ લેવામાં આવી..
સાથે સાથે જરૂરતમંદ માટે હમેશા મદદરૂપ શ્રી. એ.ડી ગોરવાળા બલ્ડ બેંક નું ઉમ્મીંદ ગૃપ ભાલેજ દ્વરા મોમેન્ટો આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગમાં ઉમ્મીદ ગૃપ ભાલેજ ના સવ કાર્યશીલ મેમ્બરો દ્વરા ભારે જેહ્ંમત ઉઠાવી પોગ્રામ ને સફળ બનાવ્યો હતો..
SHARE

Author: verified_user

0 comments: