શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલના આંગણે રક્ષાબંધનનું સાંસ્કૃતિક પર્વ રાષ્ટ્રીયતા રંગે રંગાયું . આ પ્રસંગે વડતાલ મંદિરના ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે; ધર્મ અને રાષ્ટ્રભાવના એકમેક છે એ જ ભારતની વિશેષતા છે. બહુધર્મના અનુયાયીઓ એક રાષ્ટ્ર ભાવથી જોડાયેલા છે. એ ભાવના આજે દેવના શૃંગારમાં પણ જોવા મળી છે. અહિં ધ્યેય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજને તીરંગાના રંગમાં શૃંગાર કરવામાં આવ્યા હતા. આ દર્શનની પૂનમના નિયમિત દર્શન કરવા આવતા લાખો લોકોને દેશભાવ અને રાષ્ટ્ર ભક્તિનો સંદેશ મળ્યો છે.
આજરોજ ૨૭ હજારથી વધુ ભક્તોએ હિંડોળા દર્શનનો લાભ લઈ વૃક્ષારોપણની પ્રેરણા પ્રાપ્ત કરી છે. હરિભક્તો સંતો વચ્ચે રક્ષાસુત્ર બાંધવાના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા જેના પર સહુનુ ધ્યાન ખેંચાયું હતું .
આજરોજ વચનામૃત દ્વિશતાબ્દી પર્વ -૯ સુરત મુખ્ય મંદિરના કોઠારીશ્રી પીપી સ્વામીના વકતાપદે ભવ્યતાથી ઊજવાયો . જેમાં સુરતના નગરશેઠ ભક્તજનો એવં જલગાવ મહારાષ્ટ્રના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
આજરોજ ૫૦ હજાર જેટલા ભક્તોએ દર્શનની સાથે સાથે ભોજનરૂપ પ્રસાદ લીધો છે અને સંપુર્ણ દિવસ દરમિયાન ૯૦ હજાર જેટલા ભક્તોએ વરસતા વરસાદની વચ્ચે દેવ દર્શનનો લાભ લીધો છે. એમ વડતાલ મંદિરની યાદીમાં શ્યામ સ્વામીએ જણાવ્યું છે.

0 comments: