Tuesday, 27 August 2019

પ્રધાનમંત્રીના સ્કિલ ઇન્ડિયાના અભિગમનો ગુજરાતમાં ખૂબ પ્રોત્સાહક અમલ થઈ રહ્યો છે:શિવપ્રકાશ હિરેમથ

SHARE

પ્રધાનમંત્રીના સ્કિલ ઇન્ડિયાના અભિગમનો ગુજરાતમાં ખૂબ પ્રોત્સાહક અમલ થઈ રહ્યો છે:શિવપ્રકાશ હિરેમથ....


વડોદરા - તરસાલી આઈટીઆઈ ખાતે સ્થાપિત 2 વ્હીલર સ્કિલ એનહાનસમેન્ટ સેન્ટરના પ્રારંભ પ્રસંગે સહયોગી ઔદ્યોગિક એકમ હોન્ડા મોટર સાયકલ્સના પશ્ચિમ વિભાગના પ્રાદેશિક વડા શ્રી શિવપ્રકાશ હિરેમથ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એમણે એવી લાગણી વ્યક્ત કરી કે દેશમાં હાઈટેક ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે ત્યારે ટેક્નોલોજીની જાણકારી ધરાવતી કુશળ માનવ સંપદાની જરૂર સતત વધતી જાય છે. પ્રધામંત્રીશ્રીએ સ્કિલ ઇન્ડિયાની જે વિભાવના અમલમાં મૂકી છે એ વર્તમાન હાઈટેક ઉધોગોની જરૂરિયાતને અનુરૂપ માનવ સંપદાના ઘડતરને વેગ આપનારી છે. તેમણે સ્કિલ ઇન્ડિયાનો ગુજરાતમાં સરાહનીય અમલ થઈ રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરવાની સાથે રાજ્ય સરકારને અભિનંદન આપ્યા હતા.

SHARE

Author: verified_user

0 comments: