અમેરીકાના સર્ઘન કેલિફોર્નિયાના અર્વાઈન વૈષ્ણવ પરીવાર શ્રીનાથજી હવેલી માં '' જન્માષ્ટમી '' નિમીત્તે નંદમહોત્સવની વધામણી.....
કેલિફોર્નિયા-અમેરીકાના લોસએન્જલસ ના અર્વાઈન ખાતે આવેલ શ્રીનાથજી હવેલી માં જન્માષ્ટમી ની સાંજે નંદ મહોત્સવની ઉજવણી માટે લગભગ સાંજના ૫-૦૦ વાગ્યાથી ભાવિઓ આવવાના શરૂ થયા હતા... મંદિરના મુખ્યાજી શ્રી પંકજભાઈ , મુખ્યાણી શ્રીમતિ નેહાબેન તથા તેમના પરીવાર ના સભ્યો એ સુંદર હવેલી સંગીત સાથે ભજનો નો રસલ્હાણ પીરસવાની સાથે વૈષ્ણવો એ પણ ભજનો ધૂન ગાઈને નાચ-ગાન સાથે આનંદ માણ્યો હતો... તેમજ ભાઈઓ અને બહેનો ગરબા રમીને આનંદ માણ્યો હતો.... આ રીતે રાત્રીના બરાબર ૧૨ - ૦૦ વાગે શંખનાદ-ઢોલ નગારા સાથે શ્રીક્રષ્ણ જન્મ ની વધાઈ દેવામાં આવી...... સૌ ભક્તો '' નંદ ઘેર આનંદ ભયો ... જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલખી સાથે નાચવા લાગ્યા..... આજ હવેલી માં બીજા દિવસે નંદ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી... સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આયોજકો સર્વશ્રી નિશિદ પટેલ,નિષિથ શાહ,હીતેશ હંસાલીયા,ગુણવંતભાઈ પટેલ,અમ્રુત પટેલ,વિનોદ સુખડીયા, તેમજ મહિલા સ્વયંમસેવકો પણ ખૂબ જહેમત ઉઠાવી આ પ્રસંગને દીપાવ્યો હતો.... અંતમાં સૌ ભક્તોએ મહાપ્રસાદ આરોગી સૌ શ્રીજીના પ્રીતીપાત્ર બની ધન્યતા પામ્યા....
( માહિતીઃ - હર્ષદરાય શાહ અને તસ્વિર ;- કા ન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા.)
0 comments: