વૃક્ષોનું વાવેતર કરી તેનું જતનપૂર્વક
ઉછેર કરવા અને જાળવણી કરવાનો
બાળકોને અનુરોધ કરતાં જિલ્લા કલેકટર શ્રી
દિલીપ રાણા
બાકરોલ ખાતે નવનિર્મિત અનુસૂચિત જાતિ
સરકારી કુમાર છાત્રાલય
સંકુલમાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમ
આણંદ :: વૃક્ષો એ સમગ્ર માનવજીવન અને જીવસૃષ્ટિ
માટે આગવું અને અનેરૂં મહત્વ ધરાવે છે. જે અંગેનું મહત્વ સમજાવતાં જિલ્લા કલેકટર
શ્રી દિલીપ રાણાએ એક વૃક્ષ એક દિવસમાં બાવીસ (રર) કીલો કાર્બનડાયોકસાઇડ શોષી લે છે
એટલો જ પ્રાણવાયુ એક વૃક્ષ આપે છે. ત્યારે વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તે માટે
છાત્રાલયમાં રોપવામાં આવેલ તમામ વૃક્ષોને પોતાના અભ્યાસકાળ દરમિયાન જતનપૂર્વક ઉછેર
કરી તેની જાળવણી કરવા બાળકોને કહ્યું હતું.
જિલ્લા
કલેકટર શ્રી દિલીપ રાણાએ બાકરોલ ખાતે સંજીવની ડે સ્કૂલની સામે, બાકરોલ કોલોની ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા નિર્માણાધિન છાત્રાલય ખાતે નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, આણંદ અને સામાજિક વનીકરણ વિભાગ, આણંદના સંયુકત ઉપક્રમે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી
વૃક્ષારોપણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
શ્રી
રાણાએ વૃક્ષોએ માનવજત માટે ઉપકારક છે, વૃક્ષ આપણને જીવાડે છે ત્યારે વૃક્ષોને
જીવાડવા એ આપણી પવિત્ર ફરજ બનતી હોઇ વૃક્ષોનો વધુને વધુ ઉછેર થાય તે માટે આપણે સૌએ
સાથે મળીને વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે આપણે સૌએ સંકલ્પબધ્ધ થવું
પડશે.
અત્રે
ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બાકરોલ ખાતે આદર્શ નિવાસી શાળા (કન્યા)
વલ્લભવિદ્યાનગરના બાંધકામ માટે રૂા.
૧૪૯૪.૭૩ લાખ તેમજ સરકારી કુમાર પી.જી.છાત્રાલય, વિદ્યાનગરના બાંધકામ માટે રૂા. ૬૪૫ લાખ,સરકારી કુમાર છાત્રાલય સંકુલ-૧ માટે રૂા. ૬૯૨
લાખ અને સરકારી કુમાર છાત્રાલય સંકુલ-રની રૂા. ૬૫૫ લાખના ખર્ચની વહીવટી મંજૂરી
મળતા બાંધકામની કામગીરીની પ્રક્રિયા ચાલુ છે.
આ
પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીના નાયબ નિયામક ડૉ. ઘનશ્યામ વાઘેલા,
સામાજિક વનીકરણ કચેરીના નાયબ વન સંરક્ષક શ્રી એમ. એમ. રાજયગુરૂ, માર્ગ અને મકાન કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી પી. એમ. મોદી, આણંદ નગરપાલિકના ચીફ ઓફિસર શ્રી આર. પી.જોષી સહિત અનુસૂચિત જાતિ કચેરી
અને વનીકરણ વિભાગની કચેરીના અધિકારી/કર્મચારીઓ સહિત છાત્રાલયમાં નિવાસ કરતાં
વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0 comments: