Wednesday, 17 July 2019

ચારુસેટ હોસ્પિટલમાં ડાયાબિટીસથી પીડાતી મહિલાની બે તબક્કામાં સર્જરી કરી જીવ બચાવવામાં આવ્યો

SHARE

ચારુસેટ હોસ્પિટલમાં ડાયાબિટીસથી પીડાતી મહિલાની બે તબક્કામાં સર્જરી કરી જીવ બચાવવામાં આવ્યો


આણંદ - ચાંગાસ્થિત વિશ્વવિખ્યાત મલ્ટી સ્પેશ્યલિટી ચારુસેટ હોસ્પિટલમાં તાજેતરમાં ડાયાબિટીસથી પીડાતી મહિલા દર્દીની બીલો ની એમપ્યુટેશન ( BELOW KNEE AMPUTATION) સર્જરી  કરવામાં આવી હતી અને ઘૂંટણથી નીચેનો પગ કાપી જીવ બચાવવામાં આવ્યો હતો. ચારુસેટ હોસ્પિટલમાં જનરલ સર્જન ડૉ. ઉત્પલ દેસાઇએ બે તબક્કામાં સફળ સર્જરી કરી દર્દી માટે આશિર્વાદરૂપ બન્યા હતા. દર્દીને બચાવવામાં ફિઝિશિયન ડો. અર્પણ શાહ, એનેસ્થેટિસ્ટ ડૉ. પાર્થવ પટેલ, ડૉ. જીગર પટેલ, ડૉ. નિધિ શાહ, ડૉ. નિરાલી અખાની, ઓપરેશન થિયેટરનો સ્ટાફ, આઈસીયુ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.  
જનરલ સર્જન   ડો. ઉત્પલ દેસાઇએ  જણાવ્યુ હતું કે 60 વર્ષના એક મહિલાના જમણા પગમાં ડાયાબિટીસના કારણે સડો થયો હતો કિડની-ફેફસા- હદય પર અસર યુરીન આઠ કલાક બંધ હતું. એનેસ્થેસિયા અપાય તેમ ન હતો. સેપ્ટિસેમિયા હોવાથી ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.  શરૂઆતમા ઇમરજન્સીમાં જમણા પગની પાંચમી આંગળી કાપી નસ્તર મૂકી પરુ કાઢ્યું હતું.
આ પછી ડો. અર્પણ શાહ, એનેસ્થેટિસ્ટ અને આઈ સી યુ સ્ટાફે જહેમત કરી હતી. બે દિવસ પછી દર્દીની તબિયત સ્થિર થઈ હતી. ત્યાર બાદ મહિલાનો જમણો પગ ધૂંટણ નીચેથી કાપ્યો હતો. ચાર દિવસ પછી મહિલા દર્દી સાજા થઈ ઘરે ગયા હતા. આમ આ મહિલા દર્દીની બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા  જમણા પગની પાંચમી આંગળી કાપી હતી અને પછી જમણો પગ ધૂંટણ નીચેથી કાપ્યો હતો. ડો. ઉત્પલ દેસાઇએ બે વાર સર્જરી કરી ક્રીટીકલ દર્દીનો જીવ બચાવ્યો હતો. ટીમવર્કથી ક્રીટીકલ દર્દીનો જાન બચાવવામાં આવ્યો હતો.
કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને ડાયોબિટોલોજિસ્ટ ડો. અર્પણ શાહે જણાવ્યુ હતું કે દર્દીની સ્થિતિ ખરાબ હતી ત્યારે મેડિકલ મેનેજમેન્ટથી સુગર કંટ્રોલ કરવી અઘરી હતી. પગ સડેલો હતો તેની અસર આખા શરીર પર થઈ હતી. આથી પહેલી વાર તત્કાળ સર્જરી કરવામાં આવી હતી.  આઠ કલાકથી યુરીન બંધ થવાના કારણે બંને કિડની ફેઇલ થઈ ગઈ હતી તેમાં ડાયાલીસીસ ન કરતાં દવાઓથી કિડનીની સારવાર કરવામાં આવી હતી સાથે સાથે એન્ટી બાયોટિક્સ દવાઓ આપ્યા પછી તેમનામાં સુધારો થયો. બ્લડ પ્રેસર વધારવા માટે ઈંજેકશન આપવામાં આવ્યા. ઝેર ફેલાય નહીં તેને અંકુશમાં રાખવા 24થી 48 કલાક પછી બીજી સર્જરી કરી.  મેડિકલ મેનેજમેન્ટ, ક્રીટીકલ કેર, આઈ સી યુ  મેનેજમેન્ટ દ્વારા 48 કલાક પછી બીજી સર્જરી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે હવે કોઈ પણ રોગ માટે મા કાર્ડમાં સર્જરી થઈ શકશે. અત્યાર સુધીમાં ન્યુરો સર્જરી, ઓર્થોપેડિક સર્જરી, ટ્રોમા સારવાર ઉપલબ્ધ હતી. હવે ગળાનું, થાઇરોઇડનું અને મોઢાનું કૅન્સર ઉપરાંત તમામ પ્રકારની સર્જરી મા કાર્ડ અંતર્ગત થાય છે.
આ દર્દીઓ સિવાય અન્ય જરૂરિયાતમંદ દર્દીઓ પણ ચારૂસેટ હોસ્પિટલમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. ચારૂસેટ  હોસ્પિટલમાંમા યોજનાઅંતર્ગત જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર માટે મગજ અને કમરના મણકાના ઓપરેશનો, ગંભીરઅકસ્માતોથી થયેલા ઇજા (પોલીટ્રોમા) માટે અને ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાના જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશનો માટે સુવિધા ઉપલબ્ધ છે.   

SHARE

Author: verified_user

0 comments: