Tuesday, 23 July 2019

ઉમરેઠના ખેડૂતોએ પ્રસિદ્ધ શ્રી ભદ્રકાળીમાતાના મંદિરે આજે પરજન્ય યાગ કર્યો

SHARE

 ઉમરેઠના ખેડૂતોએ પ્રસિદ્ધ શ્રી ભદ્રકાળીમાતાના મંદિરે આજે  પરજન્ય યાગ કર્યો


ઉમરેઠ -માનવી ગમેતેટલી ટેક્નોલીજી વિકસાવે પરંતુ કુદરત આગળ તો પામર જ છે, ચરોતર પંથક થી મેઘરાજા જાણે  રિસાયા હોય તેમ એકાદ વખત ઝરમર વરસાદ પછી વરસાદ નું ટીપુંય નસીબ નથી બન્યું ,એક તરફ વરસાદ ''પાછોતરો'' થતા અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ બન્યા છે તો ખેડૂતો વરસાદી પાક સીઝન અંગે ચિંતિત બન્યા છે, કેમકે ચોમાસાની સીઝન શરુ થવા છતાં વરસાદ નહીં હોવાના કારણે જળાશયો પણ ખાલી થયા છે તો નહેરમાંથી પણ પાણી નહીં મળતા ધરતીપુત્રો પારાવાર પરેશાન થઇ ઉઠતા આખરે  જગતના તાતને  ભગવાનનું શરણું લેવું પડ્યું છે મેઘરાજા પોતાનું રિસામણુ છોડે,અને અનરાધાર વરસાદની હેલી થાય અને ધરતી પાણીથી રસતરબોળ બને તે માટે આજે ઉમરેઠના ખેડૂતોએ પ્રસિદ્ધ શ્રી ભદ્રકાળીમાતાના મંદિરે આજે  પરજન્ય યાગ કર્યો હતો, આચાર્ય મધુસુદન શાસ્ત્રી તેમજ ભદ્રેશ શાસ્ત્રીએ ધાર્મિક વિધિથી આ યજ્ઞ કરાવ્યો હતો, મેહુલિયો મન મૂકી વર્ષે તે માટે ખેડૂતોએ ભગવાને પ્રાર્થના કરી હતી, પરજન્ય યાગમાં ખડૂતો સાથે મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી 
SHARE

Author: verified_user

0 comments: