પેટલાદ
તાલુકા પંચાયતમાં વૈકલ્પિક જનસેવા કેન્દ્રનો શુભારંભ
આણંદ- રાજ્ય સરકારના પારદર્શક
અને ઝડપી વહીવટની પ્રજાજનોને પ્રતિતિ થાય તે હેતુસર આણંદ જિલ્લાના પેટલાદ તાલુકા પંચાયતમાં
વૈકલ્પિક જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. ગ્રામજનોને સરકારની વિવિધ
સેવાઓના લાભ ઝડપથી પ્રાપ્ત થાય તે હેતુસર પેટલાદ તાલુકાના ગ્રામજનો માટે સંપૂર્ણ
સુવિધાયુક્ત જનસેવા કેન્દ્ર પ્રાપ્ત થવા પામ્યુ છે.
ગ્રામ્ય વિસ્તારમાંથી
હજારોની સંખ્યામાં આવતા અરજદારોની સુવિધામાં વધારો થાય,વૃદ્ધ..અશક્ત અને વિધવાઓ
માટે સરકારી સેવાકીય સુખાકારી વધે તે હેતુસર એક ટીમવર્ક થી કામગીરી કરવાનો સંકલ્પ કરવામાં
આવ્યો હતો.
આ તબક્કે એજન્સીઝના માણસ
ને દૈનિક આ કામગીરીનું અસરકારક, પરિણામલક્ષી
તથા જવાબદેહિતા પૂર્ણ અમલીકરણ સુનિશ્ચિત થવા જણાવ્યું હતુ.
જિલ્લા કલેક્ટરશ્રી દિલીપરાણાના માર્ગદર્શન હેઠળ પેટલાદ પ્રાંત
અધિકારીશ્રી એમ.એસ.ગઢવી, પેટલાદ
મામલતદારશ્રી(ઇન્ચાર્જ), તાલુકા વિકાસ
અધિકારીશ્રીની ઉપસ્થિતીમાં આ જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આવનારા દિવસોમાં વધુ ને વધુ લોકો ને
તેમને લગત સેવા-સુવિદ્યા મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો તથા
પ્રતીકાત્મક રીતે અરજદારોને ઓનલાઈન સેવાનો લાભ મળે તે હેતુસર આ જનસેવા કેન્દ્ર
લોખસુખાકારી ઉભી કરાશે.

0 comments: