વ્યવસ્થા અને
કારકિર્દીના તમામ ક્ષેત્રોમાં પ્રમાણિકતા સત્ય નિષ્ઠા કર્તવ્ય પરાયણતા અને
કાર્યકુશળતા સફળતાની ખાત્રી આપે છે : રાજેન્દ્ર ત્રિવેદી
ગુજરાત વિધાનસભાના
અધ્યક્ષે કેજેઆટી, સાવલી આયોજિત મેગા જોબફેરના
ઉમેદવારોને શુભકામનાઓ
પાઠવી
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવોએ કેજેઆઇટીની આ પહેલને બિરદાવી હતી
સાવલી,વડોદરા - ગુજરાત
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સાવલી ખાતે કેજેઆઇટી ધ્વારા આયોજિત
મેગા જોબફેર : ૨૦૧૯નો શુભારંભ કરાવ્યો હતો અને રોજગારઇચ્છુકોને ઉજ્જવળ કારકિર્દીની
શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતું કે વ્યવસાય, કારકિર્દી અને સમાજ જીવનના
તમામ ક્ષેત્રોમાં પ્રમાણિકતા, સત્યનિષ્ઠા, કર્તવ્યપરાયતા અને કાર્ય કુશળતા સફળતાની
ખાત્રી આપે છે. તેમણે જણાવ્યું કે નોકરીની જે કોઇ તક મળે એને ખુશીથી સ્વીકારીને,
ધગશ સાથે કાર્યકુશળતા પુરવાર કરનાર અવશ્ય પ્રગતિ કરે છે.
જે સંસ્થા શિક્ષણ આપે તે સંસ્થા જ પોતાના
ધ્વારા શિક્ષિત-દિક્ષિત વિદ્યાર્થીઓને નોકરી – રોજગાર સાથે જોડવાનો પ્રયત્ન કરે એ
ઘણું જ રૂડું કામ છે એવી લાગણી વ્યકત કરતાં તેમણે વિદ્યાર્થીઓ માટે મહા રોજગાર
મેળો યોજવાની કેજેઆઇટીની પહેલને બિરદાવી હતી તથા શ્રી ધર્મેશ પંડ્યા સહિત સંચાલક
મંડળને અભિનંડન પાઠવ્યા હતા.
સંચાલક મંડળના વડા ધર્મેશ પંડ્યાએ જણાવ્યું કે સીવીલ મીકેનીકલ, ઇલેકટ્રીકલ ઇજનેરી જેવા ક્ષેત્રોમાં ૨૭૦ જેટલા લાયક ઉમેદવારોની ભરતી માટે ૨૨ જેટલા એકમો, કેજેઆઇટી આયોજિત આ મેગા જોબફેરમાં ઉપસ્થિત રહ્યા છે. જીટીયુ સંલગ્ન કોલેજોના ૫૬૦૦ જેટલા લાયકાતપ્રાપ્ત વિદ્યાર્થીઓએ નામ નોંધણી કરાવી છે. લાયકાતો ધરાવતા ઉમેદવારો અને ખાલી જગ્યાઓ ધરાવતી કંપનીઓને એક મંચ પર લાવીને, રોજગારીની તકોના સરળ વિનિયોગનો અમારો પ્રયાસ છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર સહિત મહાનુભાવોએ કેજેઆઇટીની આ પહેલને બિરદાવી હતી.
0 comments: