કૃષિ
મહોત્સવ-૨૦૧૯
આણંદ
ખાતે જિલ્લા કક્ષાનો કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાયો
૨૦૨૨
સુધી ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ગુજરાત સરકાર કાર્યરત છે
-મુખ્ય
દંડકશ્રી પંકજ દેસાઇ
અત્યાધુનિક
ખેતપધ્ધતિનું નિદર્શન કરતા પ્રદર્શનસ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા
૧૫૫૧ ટોલ ફ્રી
નંબર ઉપર સંપર્ક કરીને ખેડૂતો પોતાની ખેત સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકશે
આણંદ – આણંદ
જિલ્લામાં આજે કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આણંદ મુખ્ય મથક તથા જિલ્લાના તમામ
તાલુકાઓમાં પણ એક દિવસીય કૃષિ સેમિનારનું આયોજન કરાયુ હતુ. અને સફળ ખેડૂતોના
સન્માન સહિત આર્થિક સહાયો અર્પણ કરાઇ હતી.
આણંદ ખાતે
કૃષિ મહોસ્તવનો મંગલ પ્રારંભ કરાવતાં રાજ્ય વિધાનસભાના દંડક શ્રી પંકજ દેસાઇએ
જણાવ્યુ હતુ કે રાજયના ખેડૂતો ખેતી દ્વારા સમૃધ્ધ થાય તે માટે રાજય સરકાર સતત
કાર્યરત છે. રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૦૫થી કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવી
રહ્યું છે. ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક ખેત પધ્ધતિથી માહિતગાર કરવામાં આવી
રહ્યાં છે. જેના કારણે ખેડૂતો નવીન ખેતી પધ્ધતિઓ અપનાવતાં થયા છે. કેન્દ્ર સરકારના
૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક ને વરેલી રાજ્ય સરકાર અત્યાધુનિક ઢબે ખેડૂતો ખેતી કરીને
આ લક્ષ્યાંક હાંસલ કરી શકે તે માટે તમામ પ્રયત્નો કરી રહી છે.
ખેડૂતો વૈજ્ઞાનિક અને આધુનિક ઢબની
ખેતીનું માર્ગદર્શન મળી રહે અને તેના થકી ઉત્પાદન ખર્ચ ઘટવાની સાથોસાથ ખેતપેદાશોની
ગુણવત્તામાં વધારો થાય અને ખેતપેદાશ વધવાથી તેઓની આવક બમણી થાય તે માટે આવા
મહોત્સવો ખેડૂતો માટે પથદર્શક અને ઉપકારક બની રહેશે તેમ જણાવ્યું હતું.
મુખ્ય દંડકશ્રી પંકજ દેસાઇએ ભારતના
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક વર્ષ-૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો
નિર્ધાર કર્યો છે ત્યારે ખેતીમાં આધુનિકતા અને સુયોગ્ય દિશામાં સખત પરિશ્રમ થકી
તેને સાકાર કરવા રાજય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યુ હતુ. તેમજ સરકાર દ્વારા
ખેડૂતેના મદદરુપ બને રહે તેવી કિસાન સન્માન નિધી મારફતે વાર્ષિક ૬૦૦૦ હજારની સહાય
માટે યોજના શરુ કરવામાં આવી છે તેના લાભ વધુને વધુ ખેડૂતો લે તે માટેનું આહવાન
કર્યુ હતુ. આજે આણંદ જિલ્લાના તમામ તાલુકામાં કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં
આવ્યું છે ત્યારે કિસાનોએ આ મહોત્સવનો વધુને વધુ લાભ લઇ કૃષિ, ડેરી અને પશુપાલન
ક્ષેત્રોના તજજ્ઞો અને વૈજ્ઞાનિકો પાસેથી ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઇ રીતે
મેળવી શકાય તેનું માર્ગદર્શન મેળવીને પોતાની ખેતીમાં તેનો ઉપયોગ કરવા સુચવ્યું
હતું. ખેતીવાડી, મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન વિભાગ દ્વારા અહીં ૨૮ જેટલા
પ્રદર્શન સ્ટોલો મૂકવામાં આવ્યા છે તેની કિસાનોને મુલાકાત લઇ વિવિધ યોજનાકીય
લાભોની જાણકારી મેળવી તેનાથી લાભાન્વિત થવાનું જણાવી આવનારા સમયમાં કિસાનોની આવક
બમણી થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમની શરુઆત સજના તલાવડીની
દીકરીઓ દ્વારા પ્રાર્થના પ્રસ્તૃતિ દ્વારા કરવામાં આવી હતી. જે પછી આ કન્યાઓ ને
શ્રી પંકજ દેસાઇ દ્વારા પ્રોત્સાહનના ભાગ રુપે પારિતોષિક આપવામાં આવ્યા હતા.
આ
કાર્યક્રમમાં સાફલ્યગાથા ના ભાગ રુપે કણજરી ગામના દેવેશ પટેલના નામના ખેડૂતે
(જેઓને સજીવ ખેતી માટે સરદાર પટેલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે) ઉપસ્થિત
તમામ લોકો સમક્ષ સજીવ ખેતી માટે મેળવેલી સફળતા તેમજ આવક બમણી કરવાના લક્ષ્યાંક માં
તેઓએ જે સફળતા મેળવી તેનો અનુભવ લોકો સમક્ષ રજૂ કર્યો હતો તેમજ અન્ય લોકો પણ કેમના
આ દિશામાં કાર્ય કરી શકશે તે માટે માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે આણંદ
કૃષિ યુનિવર્સિટી ના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. અરુણ પટેલે ખેતી માં
બદલાઇ રહેલી અત્યાધુનિક ખેતપધ્ધતિ તેમજ અવનવા પ્રયોગો, તેમજ
ખેત ઉત્પાદન વધારવા માટેના સૂચનો, તેમજ ચોકસાઇ પૂર્વક ની
ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવવા માટેના સૂચનો થી ઉપસ્થિત ખેડૂતોને માહિતગાર કર્યા
હતા. તેમજ ખેતીવાડી શાખા દ્વારા કિસાનાનો હિતાર્થે હાથ ધરવામાં આવતી વિવિધ
પ્રવત્તિઓ અને વિવિધ યોજનાઓ અંગેનું માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. પ્રારંભે
કલેક્ટરશ્રી દિલીપરાણા અને જિલ્લા વિકાસઅધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવે દંડકશ્રી પંકજ
દેસાઇનું સ્વાગત કર્યુ હતુ
જિલ્લાના
તમામ તાલુકા મથકોએ પશુ સારવાર કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી શ્રી મહેશભાઇ
પટેલ, આણંદ જિલ્લા કલેક્ટરશ્રી દિલીપ રાણા, જિલ્લા વિકાસ
અધિકારીશ્રી અમિત પ્રકાશ યાદવ, આણંદ નગર પાલિકાના પ્રમુખશ્રી
કાંતીભાઇ ચાવડા, પ્રાંત અધિકારીશ્રી એન.કે. મુચ્છાર, મામલતદાર શ્રી, આણંદ કૃષિ યુનિવર્સિટીના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં તાલુકાના કિસાનો
હાજર રહ્યાં હતા.




0 comments: