પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલા હુમલાના
વિરોધમાં દેશવ્યાપી હડતાળમાં ચાંગાની ચારુસેટ હૉસ્પિટલના ડોક્ટરો જોડાયા
આણંદ : પશ્ચિમ બંગાળમાં ડોક્ટરો પર થયેલા
હુમલાના વિરોધમાં દેશભરમાં તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે ચાંગામાં
આવેલી વિશ્વવિખ્યાત મલ્ટી સ્પેશિયાલિટી ચારુસેટ હોસ્પિટલના ડોક્ટરો પણ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈ. એમ.એ.) દ્વારા ૧૭ મી જૂને સોમવારે આપવામાં આવેલા દેશવ્યાપી હડતાળ અને વિરોધ
પ્રદર્શનમાં જોડાયા હતા.
ચારુસેટ હોસ્પિટલના મેડિકલ કો-ઓર્ડિનેટર ડો.
શુભાંગી કોસ્ટાની આગેવાનીમાં ડોક્ટરોએ વિવિધ પોસ્ટરો સાથે રેલી કાઢી હતી અને ડોક્ટરો
પર હુમલાની વધતી જતી ઘટનાઓના વિરોધમાં દેશવ્યાપી હડતાલમાં જોડાયા હતા. ડોક્ટરો દ્વારા વિરોધ પ્રદર્શનના કારણે ચારુસેટ
હોસ્પિટલની ઑ.પી.ડી. સેવાઓ બંધ રાખવામાં આવી હતી, જોકે
ઇમરજન્સી સેવા ચાલુ રાખવામા આવી હતી.

0 comments: