મહેમદાવાદ -ગઈકાલે મગરીબની નમાઝ બાદ ચાંદનું એલાન કરવામાં આવ્યું અલ્લાહ તાલાની રેહમો કરમથી ઉનાળાની ભયંકર ગરમી હોવા છતાં રોજેદારોએ ૩૦ રોજા પુર્ણ કર્યા તે બદલ અલ્લાહ તરફથી એક દિવસ તોફામા ઈદુલ પિત્રની નમાઝ જે મુસ્લિમ બિરાદરો પૌરાણિક કથા તેમજ મોલવીજીઓના કહેવા મુજબ વર્ષમાં માત્ર બેજ વખત એટલે કે, એક બકરા ઈદ અને એક આ રમઝાન ઈદ
મહેમદાવાદ ખાતે આજે સવારે પોણા આઠ વાગ્યે વાત્રક નદીના કિનારે પવિત્ર પાક એવા સ્થાન એટલે કે, ચાંદ સૈયદ અલી શાહ બાવાની દરગાહ અને ત્યાજ આવેલ ઈદગાહની મસ્જિદમાં મૌલાના કાસિમ સાબે ઈદુલ ફિત્રની નમાઝ પઢાવી ત્યારે “માનો ખુદા ધરતીપે ઉતર આયે હો ઔર જન્નત જેસા મહેસુસ હો રહા હો....!!”
મહેમદાવાદ મા આવેલી દરગાહ ઓમા જેવી કે ઈદગાહ, શાહે જામા મસ્જિદ, હુસેની મસ્જિદ, મહમ્મદી મસ્જિદ, મીરા મસ્જિદ, સાબુદ્દીન મસ્જિદ, નગીના મસ્જિદ જેવી મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ફજર, જોહર, અસર, મગરીબ, ઈસા જેવી નમાઝો પઢીને અલ્લાહની બંદગી કરી હતી
સવારથીજ મહેમદાવાદના બજારો લારી ગલ્લા સર્વે સદંતર બંધ રાખી જાહેર રજા ના દિવસે મહેમદાવાદ શહેર જે હિન્દુ- મુસ્લિમ એકતાનું પ્રતિક હોવાથી ઠેર ઠેર મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં એકબીજાને ગલે મળીને તેમજ હાથ મિલાવીને ઈદ મુબારક કર્યું હતું
શહેરમાં ગણા હિન્દુ લોકોએ પણ ૨૧ મો તેમજ ૨૭ મો રોઝો (ઉપવાસ) રાખેલ હતાં જેથી કરીને હિન્દુઓ પણ મુસ્લિમ બિરાદરોને ગલે મળીને તેમજ હાથ મિલાવીને ઈદ મુબારક કરીને આવતા નવા વર્ષ માટે દિલથી દુઆ માંગી હતી. વાતાવરણ જાણે ધરતી પર ખુદાની રહેમત થઈ હોય તેમ માનો જન્નત જેવું
by -વિરાંગ મહેતા /મહેમદાવાદ

0 comments: