Wednesday, 12 June 2019

ખેડા શહેરમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ બાળ મજૂરી અટકાવોનો સંદેશો ફેલાવ્‍યો

SHARE

ખેડા શહેરમાં વિશ્વ બાળ મજૂરી વિરોધ દિનની ઉજવણી
શાળાના ૩૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓએ બાળ મજૂરી અટકાવોનો સંદેશો ફેલાવ્‍યો
૧૪ વર્ષ સુધીના બાળકોને મજૂરીઅખે રાખવા એ ગુનો છે
૬ માસથી બે વર્ષની કેદ અને રૂા.પચ્ચાસ હજાર સુધીનો દંડ થઇ શકે છે


નડિયાદ-સમગ્ર વિશ્વમાં તા.૧૨ જુન ‘’વિશ્વ બાળ મજૂરી વિરોધી દિન’’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત જિલ્‍લા સુરક્ષા એકમ ખેડા (નડીઆદ) દ્રારા ખેડા જિલ્‍લાના ખેડા શહેરમાં બાળ મજુરી વિરોધ દિન નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ રેલીને જિલ્‍લા કાનુની સેવા સતા મંડળ, નડિયાદના સેક્રેટરીશ્રી ત્રિવેદીએ લીલી ઝંડી આપીને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ રેલી એચ. એન્‍ડ ડી. પારેખ હાઇસ્‍કુલથી નીકળી ખેડા શહેરના વિવિઘ મુખ્‍ય માર્ગો ઉ૫ર ફરી હતી. આ રેલીમાં જિલ્‍લા બાળ સુરક્ષા એકમના કર્મચારીગણ તથા એચ. એન્‍ડ ડી. પારેખ હાઇસ્‍કુલના વિદ્યાર્થીઓ દ્રારા બાળ મજૂરીના વિરોઘમાં ‘’બાળ મજુરી અટકાવો’’, ‘’ બાળક એ ફુલ છે ફુલને ખીલવા દો’’ જેવા વિવિઘ સુત્રોચ્‍ચાર કરવામાં આવ્યા હતા.
બાળ મજુર સુધારા અધિનિયમ, ૨૦૧૬ મુજબ ૦-૧૪ વર્ષના કોઇપણ બાળકને કોઇપણ જગ્યાએ મજુરીએ રાખવા ગુનો છે અને તે માટે આ કાયદામાં ૬ માસથી ૨ વર્ષ સુધીની કેદની સજા તેમજ રૂ.૨૦૦૦૦/- થી રૂ.૫૦૦૦૦/- સુધીનો દંડ થઇ શકે છે. કિશોર ન્યાય અધિનિયમ (કાળજી અને રક્ષણની જરૂરિયાત વારા બાળકો) ૨૦૧૫ મુજબ ૦-૧૮ વર્ષના બાળકોને મજુરીએ રાખવો, મજુરી અટકાવી રાખવી અથવા તો એના મહેનતાણાના રૂપિયા અન્ય વ્યક્તિએ ઉપયોગ કરવો કે બાળકનું શોષણ કરવું ગુનો બને છે. તે માટે એક લાખ રૂપિયાનો દંડ અને ૫ વર્ષ સુધીની કેદની સજા થઇ શકે છે.
આ રેલીને સફળ બનાવવા માટે એચ. એન્‍ડ ડી. પારેખ હાઇસ્‍કુલના આચાર્યશ્રી સેવક, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી શ્રી મહેશ પટેલ તથા શ્રી કિર્તિબેન જોષી, LCPO, જિલ્‍લા બાળ સુરક્ષા એકમના તમામ કર્મચારીગણ, ચાઇલ્ડ લાઇન-નડિયાદના કર્મચારીગણ, એચ. એન્‍ડ ડી. પારેખ હાઇસ્‍કુલના શિક્ષકો, ખેડા ટાઉન પોલીસના કર્મચારીગણ તથા એચ. એન્‍ડ ડી. પારેખ હાઇસ્‍કુલના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ રેલીમાં ભાગ લઇ રેલીને સફળ બનાવી હતી.    

SHARE

Author: verified_user

0 comments: