૨૧મી
જૂન- વિશ્વ યોગ દિવસ
ખેડા
જિલ્લા કક્ષાની ઉજવણી એસ.આર.પી.ગ્રાઉન્ડ, નડિયાદ ખાતે કરાશે-
કલેકટરશ્રી સુધીર
પટેલ
ખેડા
જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોએ યોગાભ્યાસ યોજાશે
ખેડા
જિલ્લાની પ્રાથમિક /માધ્ય. શાળાઓના શિક્ષકોને યોગાભ્યાસની તાલીમ અપાઇ
નડિયાદ-ખેડા જિલ્લામાં
પાંચમા વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે જિલ્લા પ્રશાસન દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં
આવી છે. તા.૨૧મી જૂન વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી એસ.આર.પી.ગ્રાઉન્ડ
નડિયાદ ખાતે કરાશે એમ કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું છે.
કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યું છે કે, ખેડા જિલ્લામાં જિલ્લા
પ્રશાસન દ્વારા સ્થાનિક સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, પતંજલિ યોગ વિદ્યાપીઠ,
આર્ટ ઓફ લીવીંગ, સ્વાધ્યાય પરિવાર, બાપ્સ, પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થા,
જેસીસ, રોટરી અને લાયન્સ કલબ જેવી સંસ્થાઓને વિશ્વ યોગ દિવસ ઉજવણીમાં સહભાગી થવા
અનુરોધ કરવામાં આવ્યો છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, તા.૨૧મી જૂને યોગના અભ્યાસ આયુષ
દ્વારા નિર્ધારીત પ્રોટોકોલ પ્રમાણે અને તાલીમબધ્ધ પ્રશિક્ષકો દ્વારા કરાવવામાં
આવશે. ખેડા જિલ્લામાં ઐતિહાસિક તેમજ ધાર્મિક સ્થળોએ યોગાભ્યાસનું આયોજન કરવામાં
આવશે. દિવ્યાંગ વ્યકિતઓ પણ યોગ દિવસ ઉજવણીમાં સહભાગી બને તેવું આયોજન કરવામાં
આવ્યું છે.
ખેડા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે પતંજલિ યોગ
વિદ્યાપીઠના નિષ્ણાંતો દ્વારા ખેડા જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના
શિક્ષકોને યોગાભ્યાસની તાલીમ આપવામાં આવી છે.
કલેકટરશ્રીએ જણાવ્યું કે, ખેડા જિલ્લામાં નડિયાદ શહેરમાં પાંચ
મુખ્ય સ્થળો અને જિલ્લાના દરેક તાલુકા મથક સિવાયના નગરપાલિકાઓમાં બે સ્થળ સહિત
કુલ ૩૧ મુખ્ય સ્થળોએ યોગાભ્યાસ યોજાશે. આ ઉપરાંત જિલ્લાની તમામ પ્રાથમિક/સરકારી
ખાનગી તમામ પ્રાથમિક/માધ્યમિક શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં યોગાભ્યાસ યોજાશે.
કલેકટરશ્રી સુધીર પટેલે ખેડા જિલ્લાના નાગરિકોને વિશ્વ યોગ દિવસ
ઉજવણીમાં ઉમળકાભેર સહભાગી થવા અનુરોધ કર્યો છે.
૦૦૦







0 comments: