પ્રથમ વખત અમેરીકાના લોસ-એન્જલસ ખાતે યોજાયો '' વાડીલાલ ઈન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ મહોત્સવ''
,કેલિફોર્નિયા-તાજેતરમાં લોસ -એન્જલસ માં ત્રણ દિવસનો ગુજરાતી ફિલ્મ મહોત્સવનું આયોજન AMC થીયેટર ઓરેન્જ કાઊન્ટી ખાતે યોજવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ૧૫ ગુજરાતી ફિલ્મો અને ૪ ડોક્યુમેન્ટરી ફિલ્મો નું પ્રસારણ કરવામાં આવ્યું. આમાં ' ઓક્સીજન,રેવા,શરતોલાગુ, શુ થયું ?,વેન્ટિલેટર,હવે થશે બાપરે,શોર્ટ સર્કિટ,બેક બેન્ચર,વગેરે ફિલ્મોનું ખાસ હતી. જે પ્રેક્ષકોને ખૂબજ પસંદ પડેલ.... આ કાર્યક્રમ ના અનુંસંધાનમાં તા.૯ મી જુન ના રોજ ડેલ્ટા-મેરીયાટ હોટેલ એનાહીમ ખાતે એવોર્ડ સેરીમનીનું આયોજન થયું હતું.
આ અંગે જ્યુરી સર્વશ્રી જય વસાવડા,ગોપી દેસાઈ,શોમ્ય જોષી,મલ્હાર ઠક્કર,મોનલ ગજ્જર, દ્વારા વિજેતા ફિલ્મો ની જાહેરાત કરવામાં આવી... જે આ મુજબ છે,પોપ્યુલર ફિલ્મ - શું થયું ? બેસ્ટ એક્ટર મેઇલ - શું થયું ? - મલ્હાર ઠક્કર, બેસ્ટ એક્ટ્રેસ - બાજબા - નીલમ પટેલ,શોર્ટ ફિલ્મ ચક્કર - કુનાલ દવે. ડોક્યુમેન્ટરી ફિલ્મ માનસી - કરણ /સુનિલ વીસરાની, બેસ્ટ ફીચર ફિલ્મ-હવે થશે બાપરે- નીરવ બારોટ / નીશી જોષી, બેસ્ટ મ્યુઝીક- વેન્ટીલેટેર -પાર્થ/ ભરત ઠક્કર અને બેસ્ટ ડાયરેક્ટર- પાત્ર - ભાવિન ત્રિવેદી......સેમરુ બેસ્ટ ક્રિતિક એવોર્ડ ફિલ્મ રેવા - મોનલ ગજ્જર.
આ મહોત્સવને સફળ બનાવનાર મહાનુંભાવો મા મુખ્ય ડૉ.ભરત પટેલ,ડૉ અનીલ શાહ, ઉજવલ ઝવેરી,કૌશલ આચાર્ય, પ્રવિણ પટેલ, વગેરે હતા...
આ પ્રસંગનું સફળ સંચાલન ડૉ. ભરત શાહે પોતાની અનોખી શૈલી માં કર્યુ હતું . અંતમાં ડૉ. અનીલ શાહે તેમની ચેરીટેબલ સંસ્થા " આર્ટ વીલેજ '' અંગેની ગુજરાત ખાતે કરેલા કાર્યો ની માહિતી આપેલ જેમાં મુખ્યત્વે ૬૫ ગામ દત્તક લઈ ને લોકપયોગી થયા અને ભવિષ્યમાં ૫૦૦ ગામોને ટેપ-વોટર ની ઉપયોગી અતિ ઉપયોગી સેવા આપનાર છે..
ડૉ. અનિલ શાહ દર વર્ષે આવા સુંદર પ્રસંગ નું આયોજન LA મુકામે કરવા ઈચ્છે છે... આ અતી સુંદર પોગ્રામને અનુંરુપ અંતમા સુંદર ડીનર ની વ્યવસ્થા અને મ્યુઝીકલ પોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો
( સંકલન -કલ્પેશ પટેલ ,માહિતી;-નટુભાઈ પટેલ અને હર્ષદરાય શાહ અને તસ્વિર;-કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )

0 comments: