Sunday, 2 June 2019

ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વિધાર્થીઓ માટે ‘સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ’ (એસ.આઈ.પી.) અને ‘ઓર્ગેનાઈઝેશનલ અટેચમેન્ટ પ્રોગ્રામ’ (ઓ.એ.પી.) હેઠળ ઓદ્યોગિક તાલીમનું આયોજન

SHARE
ચારૂસેટ સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ દ્વારા વિધાર્થીઓ માટે  સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ (એસ.આઈ.પી.) અને ઓર્ગેનાઈઝેશનલ અટેચમેન્ટ પ્રોગ્રામ (ઓ.એ.પી.) હેઠળ ઓદ્યોગિક તાલીમનું આયોજન

ચારૂસેટના વિદ્યાર્થીઓ ૨ મહિના સુધી ૧૫૬ જેટલી વિખ્યાત નેશનલ અને મલ્ટી-નેશનલ કંપનીઓમાં ઇન્ટર્ન તરીકે તાલીમ પ્રાપ્ત કરી રહેલ છે.
આણંદ:તા,02-મેનેજમેન્ટ વિદ્યાશાખામાં પી. એચ.ડી., એમ.બી.એ., પી.જી.ડી.એમ., અને બી.બી.એ. જેવા શૈક્ષણિક પ્રોગ્રામો હેઠળ વિદ્યાર્થીઓને વિશ્વકક્ષાનું જ્ઞાન અને તાલીમ આપતી ચારૂસેટ યુનિવર્સિટી સ્થિત ઈન્દુકાકા ઈપ્કોવાલા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ ૧૫૬ જેટલી વિખ્યાત નેશનલ અને મલ્ટી-નેશનલ કંપનીઓમાં ઇન્ટર્ન તરીકે તાલીમ પ્રાપ્ત કરી રહેલ છે. ઉદ્યોગજગતનો અનુભવ અને જ્ઞાન મળી એ મુખ્ય હેતુ સાથે સંસ્થા ખાતે અભ્યાસ કરતા એમ.બી.એ. અને પી.જી.ડી.એમ.ના પ્રથમ વર્ષના જયારે બી.બી.એ. ના દ્રિતીય વર્ષના વિધાર્થીઓ અનુક્રમે  ‘સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામ’ અને ‘ઓર્ગેનાઈઝેશનલ અટેચમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ વિખ્યાત નેશનલ અને મલ્ટી-નેશનલ કંપનીઓમાં જઈ તાલીમ લેવા ઉપરાંત સંશોધન કાર્ય હાથ ધરી રહેલ છે. ક્રેડીટ કોર્સના ભાગરૂપે આયોજિત આ પ્રોગ્રામ્સ હેઠળ વિદ્યાર્થીઓ સમર વેકેશન દરમિયાન ૬-૮ અઠવાડિયા સુધી ઇન્ટર્ન તરીકે વિવિધ કંપનીઓમાં કાર્ય કરી રહેલ છે.
સિદ્ધ કંપનીઓમાં નેરોલેક પેઈન્ટસ, કેડીલા ફાર્માચ્યુટીકલ, લ્યુપીન ફાર્માચ્યુટીકલ, ફ્યુચર ગ્રુપ બીગ બાઝાર, અમુલ, ઓ.એન.જી.સી.,અલ્ટ્રાટેક સિમેન્ટ,જી.સી.એમ.એમ.એફ., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, કોટલ મહિન્દ્રા બેંક, બેંક ઓફ બરોડા, એલ એન્ડ ટી, હોટેલ તાજ હરીમહલ, અંબુજા સિમેન્ટ, બિરલા કોપર, રિલાયન્સ ઈન્ડટ્રીઝ, એસટ્રલ પોલીટેકનીક લીમીટેડ, મોતીલાલ ઓસ્વાલ,    બેયર કોર્પસાયન્સ લીમીટેડ, આઈ.સી.આઈ.સી.આઈ., એક્સીસ બેંક, પિરામલ ગ્લાસ વગેરે વિખ્યાત કંપનીઓનો સમાવેશ થાય છે.
ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના ડીન અને સંસ્થાના પ્રિન્સીપાલ ડો. ગોવિંદે દવેએ આ વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, “ આ તાલીમ પ્રોગ્રામ્સનો મુખ્ય ઉદેશ્ય મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને ખરા અર્થમાં ઉધોગજગતને અનુરૂપ જ્ઞાન, કૌશલ્યો અને અભિગમ કેળવે એ રહેલ છે. સમર ટ્રેનીંગ પ્રોગ્રામ અને પ્રોજેક્ટ હેઠળ આ વર્ષે સંસ્થાના વિદ્યાર્થીઓએ વિખ્યાત નેશનલ અને મલ્ટી-નેશનલ કંપનીઓમાં જઈ બેન્કિંગ, આઈ.ટી., ડેરી, હોસ્પિટલ, સિક્યુરિટી, સિરામિક, રબર એન્ડ પ્લાસ્ટિક, પાવર, ફાર્માસ્યુટિકલ, એન્જીનીયરીંગ, ઇન્સ્યોરન્સ વગેરે સેક્ટર્સમાં  તાલીમ લેવા ઉપરાંત સંશોધન હાથ ધરી રિસર્ચ રિપોર્ટ અને રિસર્ચ પેપર લખી તાલીમ પ્રોગ્રામોને ખરા અર્થમાં સફળ બનવાશે.”
એસ.આઈ.પી. અને ઓ.એ.પી. ની ચયન પ્રકીર્યા એકદમ સુયોજિત રીતે કરવામાં આવે છે. સર્વ પ્રથમ વિદ્યાર્થીઓ  જયારે સેકન્ડ સેમેસ્ટરમાં હોય ત્યારે તેમને એસ.આઈ.પી. અને ઓ.એ.પી. વિષે માહિતીગાર કરવામાં આવે છે. ત્યારબાદ તેઓને કંપનીઓના જૂથ માંથી કોઈપણ એક કંપનીનું ચયન કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી જે તે કંપનીમાં પોતાનું રેસુમે તૈયાર કરી આવેદન કરી વ્યક્તિગત મુલાકાત માટે પ્રસ્તુત થાય છે અને અંતમાં તાલીમ માટે કંપની દ્વારા વિદ્યાર્થીનું ચયન કરવામાં આવે છે.
વધુમાં વિદ્યાર્થીઓ ઉપરાંત સંસ્થા ખાતે ફેકલ્ટી ઈન્ડટ્રીયલ એક્સ્પોસર ટ્રેનીંગ પ્રોગ્રામ હેઠળ હેઠળ સંસ્થાના અધ્યાપકો વિવિધ ઉદ્યોગિક સંસ્થાઓમાં જઈ તાલીમ લેવાની સાથો સાથ સંસ્થાઓને વધુ સારા મેનેજમેન્ટ માટે માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેના સબંધને વધુ મજબુત બનાવવામાં મહત્વનો ફાળો આપેલ છે. આ નવીનતમ પગલુ આજે સંસ્થામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તાલીમ ઉપરાંત પ્લેસમેન્ટ અત્યંત ફળદાઈ સાબિત થયેલ છે.

SHARE

Author: verified_user

0 comments: