Tuesday, 18 June 2019

ઉમરેઠ જાગનાથ ભાગોળ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન કર્યું

SHARE
ઉમરેઠ જાગનાથ ભાગોળ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન કર્યું 


ઉમરેઠ -ઉમરેઠ જાગનાથ ભાગોળ વટ સાવિત્રીના વ્રત નિમિત્તે પરિણીતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી. અને સવારથી પરિણીતાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી.સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વટ સાવિત્રી પુનમનુ વ્રત ઉજવાય છે. સદીઓથી ભાવિકોનું આસ્થાનું કેન્દ્ર બનેલા વડની પુનમનાં શુભ દિને સૌભાગ્યવતી મહિલાઓ વડનાં વૃક્ષની પુજા કરે છે. વિવિધ મહાદેવના મંદિરોમાં વહેલી સવારથી મહિલાઓનો પૂજા અર્ચના કરવા ધસારો જામ્યો હતો.મહિલાઓ મંદિરો ખાતે શ્રીફળ, કંકુ-ગુલાલ, ફળફળાદિ, સૌભાગ્યની વસ્તુઓ સહિતની પૂજાપાની સામગ્રી સાથે પહોચી હતી. શિવ અને પાર્વતીના દર્શન સાથે વડની જનોઇ તથા સુતરનાં દોરા સાથે પ્રદક્ષિણા ફરી હતી.મહિલાઓએ વડની પૂજા કરી પોતાનાં પતિનાં ર્દીધાયુષ્ય અને પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના કરી હતી. દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ વડનાં વૃક્ષને પાણીનું સિંચન કરી વડવૃક્ષનાં થડને સુતરનો દોરો વીટી અને મંત્ર બોલી ભકિત અને શ્રદ્ધા સાથે ચંદનનું તિલક કર્યુ હતુ. અક્ષત અને ફુલો ચઢાવવા અને પૂર્ણ સમપર્ણનાં ભાવ સાથે વડવૃક્ષની પરિક્રમા કરી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ પતિનાં દીર્ઘાયુષ્ય તથા સ્વાસ્થ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાર્થના કરી હતી. ઉમરેઠ,સહીત વિવિધ ગામોમાં વટ સાવિત્રીના વ્રતની ઉજવણી શ્રદ્ધાભેર કરવામાં આવી હતી.
by -રીતેષ પટેલ -ઉમરેઠ 
SHARE

Author: verified_user

0 comments: