સંકલિત
પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ઇન ડેરી મેનેજમેન્ટ
આણંદ
કૃષિ યુનિવર્સિટી અને ઇરમા દ્વારા નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરાશે
આણંદ - આણંદ કૃષિ
યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ દ્વારા એક નવો પાંચ વર્ષનો
સંકલિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેરી મેનેજમેન્ટનો શૈક્ષણિક કાર્યક્રમ ચાલુ
વર્ષે એટલે કે સને ૨૦૧૯ થી શરૂ કરવામાં માટે એક
મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એન.સી.પટેલ અને ઇરમાના
ડાયરેકટર ડૉ.હિતેશ ભટ્ટ દ્વારા સંયુક્ત રીતે પત્રકારોને જણાવ્યું હતું કે,, ભારત દુનિયાનો સૌથી
મોટો દુધ ઉત્પાદન કરતો અને દૂધ અને દૂધની બનાવટ નો ઉપયોગ કરતો દેશ છે. હાલમાં
ભારતમાં ૧૭૬ મિલિયન ટન ઉત્પાદન થાય છે અને સરેરાશ ૩૭૫ ગ્રામ પ્રતિ દિવસ પ્રતિ
વ્યક્તિ દૂધ ઉપલબ્ધ છે જે દુનિયાની સરેરાશ કરતાં વધારે છે.૩૧૦ ગ્રામ પ્રતિ દિન
ભારતના ડેરી ઉદ્યોગનો વૃધ્ધિ દર દુનિયાના સરેરાશ વૃદ્ધિદર કરતા બમણો છે આથી
ભારતમાં ડેરીમાં પ્રશિક્ષિત માનવ બળની ખૂબ જ તાતી જરૂરિયાત છે
સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે કે જેમાં ડેરી ટેકનોલોજી
અંગેનું સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ વિશેષ શિક્ષણ આપવામાં આવે છે .આવુ ખાસ
પ્રકારનું ડેરી ઉદ્યોગ અંગેનું શિક્ષણ ભારતમાં સને ૧૯૨૩થી રાષ્ટ્રીય ડેરી અનુસંધાન
સંસ્થાની સ્થાપનાથી શરૂ થયેલ છે. તત્કાલીન ઇન્સ્ટિટયૂટ ઓફ એગ્રિકલ્ચરલ આણંદ દ્વારા
સને ૧૯૬૧માં એસ.એમ.સી કોલેજ ઓફ ડેરી સાયન્સ દ્વારા ઇન્ડિયન ડેરી ડિપ્લોમા કોર્સ
શરૂ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ૧૯૬૪ થી બી.એસ.સી. ડેરી ટેક્નોલોજી કાર્યક્રમ
પણ શરૂ કરવામાં આવ્યો છે.
છેલ્લા ૫૭ વર્ષથી ડેરી સાયન્સ
કોલેજ તેના દ્વારા પ્રશિક્ષિત ટેક્નોલોજીસ્ટ માટે વિશ્વવિખ્યાત છે. આ કોલેજમાં
ધોરણ ૧૨ વિજ્ઞાન
પ્રવાહ “એ" ગ્રુપ સાથે પાસ થનાર
વિદ્યાર્થીઓ માટે ચાર વર્ષ નો બી.ટેક ડેરી ટેક્નોલોજી ડીગ્રી કાર્યક્રમ ચાલે છે. આ
વિદ્યાર્થીઓ એક વિવિધ દૂધ પેદાષો બનાવતી ડેરી ચલાવવા માટેનું તકનીકી શિક્ષણ પ્રાપ્ત કરે
છે. આ સ્નાતકોને શરૂઆતમાં ડેરી પ્લાન્ટમાં સુપરવાઇઝરી અથવા લોવર મેનેજમેન્ટ જેવાપદો
ઉપર નિયુક્તિ મળે છે . તેમ છતાં આવા વિદ્યાર્થીઓને વધારાની મેનેજમેન્ટ અંગેની
તાલીમ આપવામાં આવે તો તેઓનો સીધો જ મેનેજરીયલ પદો માટે ઉપયોગ થઈ શકે છે. તેમણે ઉમેર્યુ
હતુ કે આ અભ્યાસક્રમની ફિશ ખૂબ જ ઓછી અને બધાને પરવળે તેવી છે.
ડોક્ટર વર્ગીશ કુરીયન દ્વારા
સને 1979માં કૃષિ યુનિવર્સિટીની જમીન પર જ ઇરમાની સ્થાપના કરવામાં આવી હતી. આ
સંસ્થાનો હેતુ ગ્રામ્ય કક્ષાએ કામ કરી શકે એવા ડેરી કૃષિ અને અન્ય સંસ્થાઓમાં કામ
કરી ભારતનો સામાજિક અને આર્થિક વિકાસ કરી શકે એવા મેનેજર બનાવવાનો છે . ઈરમા
શરૂઆતથી જ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રુરલ મેનેજમેન્ટ(પીજીડીઆરએમ) એવો બે
વર્ષનો કાર્યક્રમ ચલાવે છે .જેમાં કોઇપણ વિષયના સ્નાતકને પ્રવેશ મળી શકે છે. તો
આપણે ડેરી પ્લાન્ટને સારી રીતે ચલાવી શકે એવા મેનેજર ની જરૂર હોય જે ડેરીના વિવિધ
ભાષાઓ અંગે ટેકનિકલી પણ તજજ્ઞ હોય તો ડેરી ટેકનોલોજીનો સ્નાતક ખૂબ ઉપયોગી થઈ શકે.
આથી સદર પ્રોગ્રામ
અંગેનો સદર પ્રોગ્રામ અંગેનો વિચાર ઉદભવ્યો. આ પાંચ વર્ષના કાર્યક્રમમાં વિદ્યાર્થીને ચાર
વર્ષ પછી બી.ટેક. ડેરી ટેકનોલોજીની ડીગ્રી
અને પાંચ વર્ષને અંતે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન રોયલ મેનેજમેન્ટ ની ડિગ્રી
એનાયત કરવામાં આવશે. મેનેજમેન્ટની લગતા
કોર્સિસ બે વર્ષના (પીજી ડી. આર એમ) જેવા જ હશે . પણ તેનો હેતુ ડેરી લક્ષી હશે. પ્રથમ વર્ષના
કોર્ષને બી.ટેક. ડેરી ટેકનોલોજી ના ચાર વર્ષમાં વિભાજિત કરી દેવામાં આવશે જ્યારે
પાંચમાં વર્ષનો અભ્યાસક્રમ ફક્ત મેનેજમેન્ટ સંલગ્ન વિષયોનો રહેશે
આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓએ એસએમસી કોલેજ ઓફ
ડેરી સાયન્સ આણંદ અથવા એન.ડી.આર.આઈ કર્નાલ બી.ટેક. ડેરી ટેક્નોલોજી માં પ્રવેશ
મેળવ્યો હશે તેઓ માંથી પસંદગી કરવામાં આવશે. સદર બંને સંસ્થાઓની ૨૦-૨૦ બેઠકો પી.જી.ડી.ડી.
એમ કોર્સ માટે ઉપલબ્ધ હશે . જેની પસંદગી ઇરમા દ્વારા પ્રવેશ પરીક્ષા, ઇન્ટરવ્યૂ તેમજ જૂથ ચર્ચા દ્વારા કરવામાં આવશે. આ
કાર્યક્રમ ચાલુ કરવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી અને ઇરમા વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર
કરવામાં આવ્યા . આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર એન.સી.પટેલ , ઇરમા સંસ્થાના
ડાયરેક્ટર ડોક્ટર હિતેશ ભટ્ટ , તેમજ
ડોક્ટર એમ.એન.બ્રહ્મભટ્ટ , એમ.એમ.ત્રિવેદી, ડોક્ટર એચ .કે .મિત્ર
અને ડોક્ટર જે. બી .પ્રજાપતિ હાજર રહ્યા હતા . ભારતના ડેરી શૈક્ષણિક કાર્યક્રમ આ
પ્રોગ્રામ એક નવું આયામ બની રહેશે જે ડેરી
ઉદ્યોગ ને સારી રીતે ચલાવવા માટે યોગ્ય માનવબળ પૂરું પાડશે
0 comments: