ખેડા જિલ્લામાં
કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ૨૪,૩૯૧ ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી આઇ ખેડૂત પોર્ટલ પર
અરજી કરવાનો આવતીકાલે છેલ્લો દિવસ
નડિયાદ,તા30,હિ.સ :
રાજય સરકારની કૃષિ વિભાગ હસ્તકની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ ખેડા જિલ્લાના
ખેડૂતો લઇ શકે તે માટે તા.૩૧/૫/૨૦૧૯ સુધી આઇ.ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું
છે. કૃષિ વિભાગની તમામ યોજનાઓના લાભ લેવા માટે ખેડૂતોએ આઇ. ખેડૂત પોર્ટલ ઉપર ઓન
લાઇન અરજી કરવાની રહે છે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી એ.આર.સોનારાએ જણાવ્યું
છે.
વધુમાં જણાવ્યું કે, ખેડા જિલ્લામાં
કુલ-૨૪,૩૯૧ જેટલી અરજીઓ થયેલ છે. જેમાં મુખ્યત્વે ટ્રેકટર-૨,૦૧૬, સીડડ્રીલ-૬૭૮,
પ્લાઉ-૪૫૬, તાડપત્રી-૪,૬૧૫, થ્રેસર-૬૨૨, રોટોવેટર-૯૧૦, કલ્ટીવેટર-૧,૦૦૯, વિનોઇંગ
ફેન-૨૬૯, અન્ડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન-૫,૨૨૯, પાક સંરક્ષક-૨,૧૪૩, ખુલ્લી પાઇપ
લાઇન-પ૩૭, પંપ સેટ-૩,૬૭૫, ઓન લાઇન અરજીઓ થઇ છે. આઇ ખેડૂત પોર્ટલ વર્ષમાં એક જ વખત
ખોલવામાં આવતું હોઇ તા.૩૧/૫/૧૯ સુધી દરેક ખેડૂતે કૃષિ વિષયક યોજનાઓનો લાભ મેળવવા
આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા જણાવાયું છે.ખેડા જિલ્લાના ખેડૂતો કૃષિલક્ષી યોજનાઓનો
લાભ મેળવવા ૮/અ, ૭/૧૨, આધારકાર્ડ, જાતિનો દાખલો વિગેરે સાધનિક કાગળો સહિત ગામના
કોમ્પ્યુટર ઓપરેટર/વીસીનો સંપર્ક કરી જે યોજના હેઠળ લાભ લેવાનો હોય તે માટે આઇ
ખેડૂત પોર્ટલ પર તા.૩૧/૫/૨૦૧૯ સુધી અરજી કરવાની રહેશે.અરજી
કર્યા બાદ તેની પ્રિન્ટ લઇ અરજી ફોર્મમાં ખેડૂતે પોતાની સહી કરીને જરૂરી સાધનિક
કાગળો સહિત ગામના ગામ સેવક/તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી)ને રૂબરૂમાં દિન-૭માં
આપવાનુ રહેશે.
0 comments: