ખેડા જિલ્લા ના મહેમદાવાદ નગરસેવા સદનના એન્જીનીયર ની ઓફિસના દરવાજાના ગ્લાસની કાળી પટ્ટી હટાવવા અનેક રજૂઆતો સામે તંત્ર મૌન સેવી રહી છે ...!!!!
મહેમદાવાદ નગરપાલિકામાં આવેલ તમામ વિભાગોની ઓફિસ / નાગરિક સેવાની રૂમો માં આવેલ બારી બારણાં /દરવાજા પર ક્યારેય પડદાં કે અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુઓ દ્વારા દિવસ દરમિયાન હવા ઉજાસ રોકવામાં નથી આવતો..., સાથે બહારનું કુદરતી અજવાળું મળી રહે છે જેના કારણે લાઈટનો બીન ઉપયોગ બંધ થાય છે અને સાથે નગરપાલિકાનાં લાઈટ બિલમાં પણ ફરક પડે છે, ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી હિતેશ વાલેરા ની ઓફિસ રૂમ સાથે નગરપાલિકાનાં તમામ (ફક્ત એક એન્જિનિયર બકુલ શર્માની ઓફિસ રૂમ છોડી ને) બાકીના તમામ ઓફિસ રૂમમાં સરકારી કામકાજના દિવસનાં સમય દરમિયાન કોઈ પણ આમ જનતાને તકલીફ ના પડે અને આ કચેરીમાં કામ કરતા કર્મચારીઓને પણ તકલીફ ના પડે તેમ હવા ઉજાસ રોક્યા વગર કામ કરે છે...
,ત્યારે આજ રોજ નગરપાલિકાની વર્ષોથી કમાન સંભાળી રહેલા અને નગરપાલિકાના સર્વોપરીમાન ગણાતા એવા ઓવરસીયર /એન્જિનિયર બકુલ શર્મા દ્વારા પોતાની ૧૫/બાંધકામ શાખા - એન્જિનિયર ઓફિસ /રૂમની અંદર બહાર આવેલા બારી બારણાં પર કાળાં રંગની પ્લાસ્ટિક ફીલ્મ પટ્ટી એટલે કે કાચ પર લગાવવાથી બહારના લોકો અંદરનુ ના જોઈ શકે....?? અને અંદર બેઠેલા લોકો બહારનું જોઈ શકે (તેવા સન ગ્લાસ કાંચ) જેવી પ્લાસ્ટિકની કાળી ફિલ્મ પટ્ટી લગાવી દીધી છે...!!! હાઈકોર્ટ અને ગુજરાત સરકાર દ્વારા ફરજીયાત જાહેર કરવામાં આવેલ રોડ પર ફરતી તમામ ગાડીઓના કાચ પરથી કાળાં રંગની પ્લાસ્ટિકની ફીલ્મ પટ્ટી દુર કરવી...અને આ બાબતે પોલીસને પણ આવી ગાડી જોવે તો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડંડ પણ કરવા જણાવ્યું હતું....!!! ત્યારે જો સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવું ખુબ સુંદર કામ કરવામાં આવતું હોય છે.....ત્યારે બીજી મહેમદાવાદ નગરપાલિકામાં વર્ષોથી અંધાધૂંધી વહીવટ ચાલે છે...!!સાથે નગરપાલિકામાં થતા વહીવટ /પ્રજાના પ્રશ્નો તેમજ પ્રજા માટે આવતા ગ્રાન્ટો રૂપી નાણાંની પણ કોઈ ચોક્કસ માહિતી નથી હોતી, તેની સામે પારદર્શક વહીવટ વહીવટ લાવવા માંટે નગરપાલિકામાં નવા ચુટાયેલા સભ્યો દ્વારા કલેકટર ખેડા , નગરપાલિકાઓની કચેરી નારણપુરા અમદાવાદ ખાતે અરજી દાખલ કરવામાં આવી હતી અને આ બાબતોમાં નગરપાલિકામાં ઘણીવાર ગરમાવો પણ થાય છે ત્યારે આ નગરપાલિકામાં થતાં શહેરના વિકાસ ના કામોની અને નગરપાલિકાના કાર્યો ફરજોની કેટલાક અરજદાર દ્વારા માહિતી પણ માંગવામાં આવે છે, એ પણ તેઓને નથી મળતી.....!! એક તરફ નગરપાલિકામાં નવા ચુંટાયેલા સભ્યો સાથે શહેરના અનેક નાગરિકો દ્વારા શહેરના વિકાસ માટે નગરપાલિકામાં વર્ષોથી ચાલતાં અંધરપાટ વહીવટ સુધારા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ નગરપાલિકામાં વર્ષોથી ફક્ત એક એન્જિનિયર જ એવા છે કે જેમણે નગરપાલિકામાં થતા ઠરાવ, બાંધકામ તેમજ અન્ય મોટી મોટી કામગીરીનો હિસાબ રાખવા માટે પરમિશન છે ત્યારે કેટલાંક ચુટાયેલા સભ્યો તેમજ અનેક ઉચ્ચઅધિકારીઓ સાથે વર્ષો પહેલાં નગરપાલિકામાં શહેરના વિકાસ કામો માટે ખોટા કામોનાં ઠરાવ તેમજ અન્ય કામમાંથી કૌભાંડ કરી ભ્રષ્ટાચાર કર્યો છે જેના પાનાં પત્રો ફક્ત એન્જિનિયર પાસે જ છે...ત્યારે બીજી તરફ તો આ એન્જિનિયરની રૂમમાં તેમનાં માનીતા કોન્ટ્રાક્ટર રમેશ ખલાસી, રમણ બીજલ જે વોર્ડ નંબર ૬ ના સભ્ય છે તે નગરપાલિકામાં આ એન્જિનિયર આવે ત્યારથી તેમની ઓફિસમાં ગોટાળા કરવા અને શહેરના વિકાસના કામો મેળવવા માટે લાગી જાય છે ત્યારે બધા કામો માટે ટકા વારીનો પણ વહીવટ થાય છે ત્યારે આ લોકો તેમજ એન્જિનિયરના ખોટા કામ કરતા બહાર દેખાય નહીં માટે એન્જિનિયર દ્વારા પોતાના ઓફિસના બારી બારણાં /દરવાજા પર કાળા રંગની પ્લાસ્ટિક ફિલ્મ પટ્ટી લગાવી દેવામાં આવી છે જે આ તસવીરમાં જોવા મળી રહી છે....શહેરના આમ નાગરિકો અને કેટલાક સભ્યો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ને આ બાબત જણાવી હતી ત્યારે ચીફ ઓફિસર દ્વારા એન્જિનિયરને આ કાળાં રંગની પટ્ટી દુર કરવા જણાવેલ છે પરંતુ એન્જિનિયર દ્વારા આ બાબતે કાળી પટ્ટી દુર કરવા માટે તૈયાર નથી...!!
by -વિરાંગ મહેતા / મહેમદાવાદ


0 comments: