ચારૂસેટ યુનિવર્સીટીમાં
NASAના ડૉ. પ્રસૂન દેસાઇ દ્વારા “કેરિયર ઇન સ્પેસ
ટેકનોલોજી” વિશે સેમિનાર યોજાયો
ચારૂસેટ યુનિવર્સીટી
ચાંગામાં વિદ્યાર્થીઓના કેરિયરનું પુરતું
ધ્યાન આપવા માટે કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ (સીડીપીસી) દ્વારા વિવિધ વિષયો પર પ્રખ્યાત વક્તા ડૉ. પ્રસૂન દેસાઇ દ્વારા સેમિનાર યોજવામાં
આવ્યો હતો.
આજની યુવા પેઢી સ્પેસ
ટેકનોલોજી થકી દેશ અને દુનિયાના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે છે તે વાતને ધ્યાનમાં અમેરિકામા
વોશિંગ્ટ્ન ડી. સી. સ્થિત દુનિયાની ખ્યાતનામ
સંસ્થા NASA (The National Aeronautic and Space Administration) હેડ ક્વાર્ટરમાં સ્પેસ ટેક્નોલૉજી મિશનના ડિરેક્ટોરેટ અને ૨૦ વર્ષનો અનુભવ ધરાવતા ડૉ. પ્રસૂન દેસાઇ દ્વારા ચારૂસેટના વિધાર્થીઓને ૧૨મી એપ્રિલના રોજ કેરિયર ઇન સ્પેસ ટેકનોલોજી વિષય
પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. પ્રસૂન દેસાઇએ Mars, Mission and life Of Mars વિષયો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ સેશનમાં ચારૂસેટની ઈજનેરી અને એપ્લાઈડ સાયન્સ શાખાના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું જેથી તેઓ આ દિશામાં ભવિષ્યમાં આગળ વધી શકે. સેમિનાર નિર્ધારિત સમય પ્રમાણે 30 મિનિટ યોજાયો હતો પરંતુ વિદ્યાર્થીઓની
ઉત્સુકતાના કારણે અઢી કલાક સુધી ચાલ્યો હતો.
આ સમગ્ર સેશનનું આયોજન કેરિયર ડેવલપમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સેલ (સીડીપીસી) અને અમેરિકન સરકાર દ્વારા સંચાલિત એજ્યુકેશન યુએસએ –અમદાવાદ
દ્વારા કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છે કે આવા કાર્યકમ માટે ઇન્ટરનેશનલ સાયન્ટીસ્ટ અને ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. પંકજ જોશી દ્વારા
પ્રોત્સાહન આપવામાં આવે છે. યુનિવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ફેકલ્ટી ઓફ ઈજનેરીના ડીન ડૉ. અમિત ગણાત્રા અને પ્રિન્સીપાલ ડો. એ. ડી.પટેલ દ્વારા આ પ્રકારના કાર્યક્રમના આયોજન માટે આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

0 comments: